પાકિસ્તાની ટીમને મોટો ઝટકો, બાબર આઝમે કેપ્ટનના પદ પરથી આપ્યું રાજીનામું
- બાબર આઝમે પાકિસ્તાન ટીમના સુકાની પદેથી ત્રણેય ફોર્મેટમાંથી આપ્યું રાજીનામું
- સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને બાબર આઝમે રાજીનામાની આપી જાણકારી
- ત્રણેય ફોર્મેટમાં ખેલાડી તરીકે રમવાનું ચાલુ રાખશે બાબર આઝમ
પાકિસ્તાન : ODI વર્લ્ડ કપ 2023માં શરમજનક પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. બાબર આઝમે ત્રણેય ફોર્મેટમાં સુકાની પદેથી રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે, બાબર આઝમની કેપ્ટન્સીમાં પાકિસ્તાનની ટીમે આ વખતે ભારતની યજમાનીમાં વર્લ્ડ કપમાં એન્ટ્રી કરી હતી. બાબરે પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કેપ્ટનશિપમાંથી રાજીનામું આપવાની જાણકારી આપી છે. તેણે પ્રથમ વખત કેપ્ટનશીપ મળવાની ઘટનાને યાદ કરતા કહ્યું કે,”આજે હું ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાની ટીમની કેપ્ટનશીપ છોડી રહ્યો છું.” જોકે, તે ત્રણેય ફોર્મેટમાં ખેલાડી તરીકે રમવાનું ચાલુ રાખશે.
🚨 End of an era for Pakistan 🚨
Babar Azam’s captaincy tenure is no more 📝⬇️https://t.co/SiAt6UACQv
— ICC (@ICC) November 15, 2023
પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. પાકિસ્તાની ક્રિકેટ ટીમ 9માંથી માત્ર 4 મેચ જીતી શકી હતી અને પોઈન્ટ ટેબલમાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. બાબર આઝમ પોતે પણ બેટિંગમાં વધુ સારું પ્રદર્શન બતાવી શક્યો ન હતો. આવી સ્થિતિમાં ઘણા દિગ્ગજો અને ચાહકોએ તેની આકરી ટીકા કરી હતી.
બાબરે તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં શું લખ્યું?
બાબર આઝમે ટ્વિટર પર પોસ્ટ મૂકતા લખ્યું કે, ‘મને તે ક્ષણ સારી રીતે યાદ છે જ્યારે મને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) તરફથી 2019માં પાકિસ્તાનની આગેવાની કરવાનો કોલ આવ્યો હતો. છેલ્લા ચાર વર્ષમાં મેં મેદાન પર અને મેદાનની બહાર ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. પરંતુ મારા પૂરા હૃદય અને સંપૂર્ણ સમર્પણ સાથે મેં ક્રિકેટ જગતમાં પાકિસ્તાનનું ગૌરવ જાળવી રાખવાનું લક્ષ્ય રાખ્યું હતું. વ્હાઈટ બોલ ક્રિકેટમાં નંબર-1ના સ્થાને પહોંચવું એ ખેલાડીઓ, કોચ અને મેનેજમેન્ટના સામૂહિક પ્રયાસોનું પરિણામ હતું. હું આ પ્રવાસ દરમિયાન પાકિસ્તાની ક્રિકેટ ચાહકોના અતૂટ સમર્થન માટે તેમનો આભાર વ્યક્ત કરવા માંગુ છું.”
— Babar Azam (@babarazam258) November 15, 2023
વધુમાં બાબર આઝમે કહ્યું કે, ‘આજે હું ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાની ટીમની કેપ્ટન્સી છોડી રહ્યો છું. આ એક મુશ્કેલ નિર્ણય છે પરંતુ મને લાગે છે કે આ નિર્ણય લેવાનો આ યોગ્ય સમય છે. હું ત્રણેય ફોર્મેટમાં એક ખેલાડી તરીકે પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવાનું ચાલુ રાખીશ. નવા કેપ્ટન અને ટીમને મારો પૂરો સપોર્ટ રહેશે. મને આ મહત્વપૂર્ણ જવાબદારી આપવા માટે હું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો પણ આભારી છું.
પાકિસ્તાન માટે ઈમરાન પછી બાબર બીજા નંબરનો સફળ કેપ્ટન
ઉલ્લેખનીય છે કે, બાબર આઝમે અત્યાર સુધી 134 ઈન્ટરનેશનલ મેચોમાં પાકિસ્તાન ટીમની કેપ્ટનશીપ કરી છે. આ દરમિયાન 78 મેચ જીતી છે. જ્યારે 44 મેચ હારી છે. 1992ના વર્લ્ડ કપ વિજેતા ઈમરાન ખાન પછી બાબર બીજા સૌથી સફળ પાકિસ્તાની કેપ્ટન છે.
આ પણ જાણો :કોહલીએ આજે સચિન તેંડુલકરના એક સાથે બે-બે રેકોર્ડ તોડ્યા