આરબીઆઈએ લોનધારકોને મોટો ઝાટકો આપ્યો છે. રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.25 વધારો કર્યો છે. આરબીઆઈએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો છે. આરબીઆઈએ રેપોરેટમાં 25 પોઈન્ટનો વધારો કરતા હવે રેપો રેટ 6.50 થઈ ગયો છે.
RBI Governor Shaktikanta Das announces that RBI increases the repo rate by 25 basis points to 6.5% pic.twitter.com/2ZyUSbCxEO
— ANI (@ANI) February 8, 2023
રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.25 વધારો કર્યો
RBIની નાણાંકીય નીતિ સમિતિની બેઠક આજે યોજાઈ હતી જેમા આરબીઆઈ દ્વારા દેશભરની બેંકો માટે નિર્ણયો લેવામાં આવ્યો છે. જેમાં રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.25 વધારો કર્યો છે.
આ રેપોરેટ વધવાને કારણે વ્યાજદરોમાં હવે વધારો થશે. જેના કારણે નાગરિકો પર વધુ આર્થિક ભારણ પડવા જઈ રહ્યું છે. રેપો રેટ વધતા લોન ધારકોને વધુ એક ઝાટકો લાગશે કેમકે હવે લોન લેવી મોંઘી પડશે. આ સાથે EMI પણ મોંઘો થશે.
આ પણ વાંચો : જંત્રી વધતા એફોર્ડેબલ મકાનોના ભાવમાં વધારો, જાણો કેટલા ટકા GST લાગશે