2025માં આ બે રાશિઓ આવશે શનિની ઢૈય્યાની ઝપટમાં, કોણ થશે મુક્ત?
- વર્તમાનમાં શનિ કુંભ રાશિમાં વિરાજમાન છે. શનિ કુંભ રાશિમાં હોવાથી કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિની ઢૈયાનો પ્રભાવ છે. શનિ ઢૈય્યા અઢી વર્ષ રહે છે
નવગ્રહોમાં શનિદેવને ન્યાયના દેવતાનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે. શનિ મકર અને કુંભ રાશિનો સ્વામી છે. શનિને તુલા રાશિમાં ઉચ્ચ અને મેષ રાશિમાં નીચનો માનવામાં આવે છે. વર્તમાનમાં શનિ કુંભ રાશિમાં વિરાજમાન છે. શનિ કુંભ રાશિમાં હોવાથી કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિની ઢૈયાનો પ્રભાવ છે. શનિ ઢૈય્યા અઢી વર્ષ રહે છે. જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે દરેક વ્યક્તિએ જીવનમાં એક વાર શનિની મહાદશાનો સામનો કરવો પડે છે.
શનિને કર્મનો ગ્રહ કહેવાય છે, પરંતુ જન્મ કુંડળીમાં શનિની ઉચ્ચ સ્થિતિ શુભ ફળ આપે છે. શનિને કર્મફળદાતા કહેવાય છે. શનિ સારા કર્મ કરનારા જાતકોને શુભ અને ખરાબ કર્મ કરનારા જાતકોને અશુભ પરિણામ આપે છે. જાણો શનિની ઢૈય્યાથી કર્ક અને વૃશ્ચિક રાશિના લોકોને ક્યારે મુક્તિ મળશે?
શનિ ક્યારે કરશે પરિવર્તન?
શનિ સૌથી મંદ ગતિથી ચાલનારો ગ્રહ છે. શનિ કોઈ પણ રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે. આજ કારણ છે કે એક રાશિચક્ર પૂર્ણ કરવામાં શનિને લગભગ 30 વર્ષનો સમય લાગે છે. શનિએ 17 જાન્યુઆરી 2023ના રોજ મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો, ત્યારથી તે આ રાશિમાં વિરાજમાન છે. શનિ આવતા વર્ષે 29 માર્ચ 2025ના રોજ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં ગોચર કરશે.
કર્ક અને વૃશ્ચિક રાશિ બાદ આ રાશિઓ શનિ ઢૈય્યાની ઝપટમાં
વર્ષ 2025માં શનિ ગોચરથી સિંહ અને ધન રાશિ પર શનિની ઢૈય્યાનો પ્રારંભ થશે. કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકોને ઢૈય્યાથી મુક્તિ મળશે.
આ રાશિઓ પર ચાલી રહી છે શનિની સાઢાસાતી
વર્તમાનમાં શનિની મકર રાશિ પર સાડાસાતીનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે. કુંભ રાશિ પર સાડા સાતીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. મીન રાશિ પર સાડાસાતીનો પહેલો તબક્કો ચાલી રહ્યો છે.
આ પણ વાંચોઃ મે, 2025 સુધી આ ચાર રાશિઓ પર રહેશે ગુરૂ કૃપા, દરેક કાર્યમાં મળશે સફળતા