2017માં આ બેઠકો પર નેતાઓના જીવ અદ્ધર થયા હતા, 1000થી પણ ઓછા માર્જિન મતોથી જીત્યા!
આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે વર્ષ 2017માં કુલ 7 બેઠક એવી હતી જ્યાં જિતનું માર્જિન 1000 મતોથી પણ ઓછું હતું. જેમાં સૌથી ઓછું માર્જિન 170 મતનું છે. વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપ માટે કપરા ચડાણ હતા અને કોંગ્રેસ માટે એક આશાનું કિરણ હતું. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના 7 બેઠકના પરીણામમાં નેતાઓના જીવ અદ્ધર ચડી ચૂક્યા હતા.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાની ઇતિહાસની ચૂંટણીના તમામ પરિણામો ખાસ મતદારો માટે
ધોળકા બેઠક:
ગુજરાત વિધાનસભાની ધોલકા બેઠકનો વિયાધાનસભા ક્રમાંક 56 છે. આ બેઠક પર રસાકસી ભર્યો માહોલ જોવા મળ્યો હતો. આ બેઠક પરથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભાજપ તરફથી મેદાને હતા અને તેમણે કોંગ્રેસના અશ્વિન રાઠોડને 327 મતથી હરાવ્યા હતા.
માણસા બેઠક:
ગુજરાત વિધાનસભાની માણસા બેઠકનો વિયાધાનસભા ક્રમાંક 37 છે. આ બેઠક પર રસાકસી ભર્યો માહોલ જોવા મળ્યો હતો. આ બેઠક પરથી સુરેશ પટેલ કોંગ્રેસ તરફથી મેદાને હતા અને તેમણે ભાજપના અમીત ચૌધરીને 524 મતથી હરાવ્યા હતા.
ડાંગ બેઠક:
ગુજરાત વિધાનસભાની ડાંગ બેઠકનો વિયાધાનસભા ક્રમાંક 173 છે. આ બેઠક પર ઉમેદવારોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ બેઠક પરથી મંગળ ગાવીત કોંગ્રેસ તરફથી મેદાને હતા અને તેમણે ભાજપના વિજય પટેલને 768 મતથી હરાવ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતની ચૂંટણીમાં ભાજપ આ વખતે મહિલાઓને વધુ ટિકિટ આપશે, જાણો શું છે કારણ
કપરાડા બેઠક:
ગુજરાત વિધાનસભાની કપરાડા બેઠકનો વિયાધાનસભા ક્રમાંક 181 છે. જેમાં સૌથી ઓછી લીડ જીવ મળી હતી અને રસાકસી ભર્યો માહોલ જોવા મળ્યો હતો. આ બેઠક પરથી જીતુ ચૌધરી કોંગ્રેસ તરફથી મેદાને હતા અને તેમણે ભાજપના મધુભાઈ રાઉતને 170 મતથી હરાવ્યા હતા.
ગોધરા બેઠક:
ગુજરાત વિધાનસભાની કપરાડા બેઠકનો વિયાધાનસભા ક્રમાંક 126 છે. આ બેઠક પર રસાકસી ભર્યો માહોલ જોવા મળ્યો હતો. આ બેઠક પરથી સી કે રાઉતજી ભાજપ તરફથી મેદાને હતા અને તેમણે કોંગ્રેસ રાજેન્દ્રસિંહ પરમારને 258 મતથી હરાવ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ECની નવી પહેલ, આ લોકો ઘરેથી કરશે મતદાન
દીઓદર બેઠક:
ગુજરાત વિધાનસભાની દીઓદર બેઠકનો વિયાધાનસભા ક્રમાંક 14 છે. આ બેઠક પર ઉમેદવારોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ બેઠક પરથી શિવ ભૂરિયા કોંગ્રેસ તરફથી મેદાને હતા અને તેમણે ભાજપના કેશવજી ચૌહાણને 972 મતથી હરાવ્યા હતા.
બોટાદ બેઠક:
ગુજરાત વિધાનસભાની બોટાદ બેઠકનો વિયાધાનસભા ક્રમાંક 107 છે. આ બેઠક પર ઉમેદવારોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ બેઠક પરથી ભાજપના દિગ્ગજ નેતા સૌરભ પટેલ ભાજપ તરફથી મેદાને હતા અને તેમણે કોંગ્રેસ ડી એમ પટેલને 906 મતથી હરાવ્યા હતા.