ગુજરાતના 13 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચું નોંધાયું, જાણો કયારથી ગરમી થશે શરૂ
- આજથી રાજ્યમાં તાપમાનનો પારો ઉંચકાશે
- ગાંધીનગર 12.4 ડિગ્રી, ડીસામાં 11.4 ડિગ્રી તાપમાન
- રાજ્યમાં કમોસમી વરસાદથી રાહત મળશે
ગુજરાતના 13 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચું નોંધાયું છે. જેમાં રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. ત્યારે હવે માર્ચ મહિનો ગરમ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. પ્રથમ સપ્તાહ બાદ ગરમી શરૂ થશે. તેમજ અમદાવાદમાં તાપમાન 13.3 ડિગ્રી નોંધાયું છે.
આ પણ વાંચો: ગુજરાત: લર્નિગ લાઇસન્સ માટે લાંચ માગી અને ACBના સકંજામાં ભરાયા
ગાંધીનગર 12.4 ડિગ્રી, ડીસામાં 11.4 ડિગ્રી તાપમાન
ગાંધીનગર 12.4 ડિગ્રી, ડીસામાં 11.4 ડિગ્રી તાપમાન છે. જેમાં 9.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. તેમજ ભુજમાં 13.2 ડિગ્રી, કંડલામાં 12.8 ડિગ્રી તાપમાન રહ્યું છે. રાજકોટમાં 10.4 ડિગ્રી, અમરેલીમાં 13 ડિગ્રી તેમજ પોરબંદરમાં 10.6 ડિગ્રી, કેશોદમાં 10 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તર તરફથી આવતા ઠંડા પવનનોથી તાપમાન ગગડ્યું છે.
આજથી રાજ્યમાં તાપમાનનો પારો ઉંચકાશે
હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં આજથી રાજ્યમાં તાપમાનનો પારો ઉંચકાશે. તેમજ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રી વધારો થશે. તથા 5 માર્ચથી રાજ્યમાં ગરમી અનુભવાશે. રાજ્યમાં કમોસમી વરસાદથી રાહત મળશે. તેમજ મોટાભાગના શહેરોમાં તાપમાન ગગડ્યું છે. અગાઉ બે દિવસમાં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ કમોસમી વરસાદે ધોધમાર રીતે એન્ટ્રી કરી હતી. રાજકોટમાં સહિતના આસપાસના ગામડામાં કમોમસી વરસાદે ચોમાચા જેવો માહોલ સર્જ્યો હતો. હવે વરસાદથી રાહત મળતા ખેડૂતોની ચિંતા ઓછી થઇ છે.