ટ્રેન્ડિંગમનોરંજનવીડિયો સ્ટોરી

બહેન આયરાના લગ્નમાં ઈમરાન ખાનનો જોવા મળ્યો જૂનો અંદાજ 

Text To Speech

મુંબઈ, 11 જાન્યુઆરી : ચાર્મિંગ અને ચોકલેટી એક્ટર ઈમરાન ખાન ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ આજકાલ તે ખૂબ ચર્ચામાં છે. વર્ષો સુધી સોશિયલ મીડિયાથી દૂર રહ્યા બાદ ઈમરાને ફરીથી સોશિયલ મીડિયા પર પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. તે માત્ર સોશિયલ મીડિયા પર જ એક્ટિવ નથી થયો પરંતુ તેનો એક વીડિયો પણ વાયરલ થયો  છે. આ વીડિયો તેની પિતરાઈ બહેન એટલે કે મામુ આમિરની દીકરી આયરા ખાનના લગ્નનો છે, જેમાં તે વાતાવરણને વધુ શાનદાર બનાવતો જોવા મળ્યો છે. ઈમરાન ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

‘પપ્પુ કાન્ટ ડાન્સ સાલા’ ગીત પર કર્યો ડાન્સ

બોલિવૂડમાંથી ખોવાયેલો ઈમરાન ખાન ટૂંક સમયમાં ફિલ્મી દુનિયામાં કમબેક કરી શકે છે. ફેન્સ અભિનેતાના કમબેકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ કમબેક પહેલા, ચાહકોને તેનો જૂનો ક્રેઝી અવતાર જોવા મળ્યો અને તે પણ આયરા ખાનના લગ્નમાં. ઈમરાન ખાન તેની હિટ ફિલ્મ ‘જાને તુ યા જાને ના’ ના ગીત ‘પપ્પુ કેન્ટ ડાન્સ સાલા’ પર જોરદાર ડાન્સ કરતો જોવા મળ્યો છે. તેને ડાન્સ કરતો જોઈને ચાહકોને  તેનો જૂનો અંદાજ જોવા મળ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યો આયરાના લગ્નમાં 

આ વીડિયોમાં ઈમરાન ખાન સૂટ-બૂટમાં એકદમ યુરોપિયન શૈલીમાં જોવા મળ્યો છે. તે તેની ગર્લફ્રેન્ડ સાથે બહેનના લગ્નમાં આવ્યો હતો. તે ગર્લફ્રેન્ડ લેખા વોશિંગ્ટન સાથે ઘણી તસવીરોમાં પોઝ આપતો જોવા મળ્યો હતો. લોકોએ બંનેની જોડીને ખૂબ પસંદ કરી છે.

2015માં અભિનય છોડી દીધો

‘ડેલ્હી બેલી’, ‘મેરે બ્રધર કી દુલ્હન’, ‘આઈ હેટ લવ સ્ટોરી’ અને ‘જાને તુ યા જાને ના’ જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી પોતાની ઓળખ બનાવનાર અભિનેતા ઈમરાન ખાને 2015ના અંતમાં અભિનય છોડી દીધો હતો. પરંતુ તાજેતરમાં તેણે સંકેત આપ્યા હતા કે તે કમબેક  કરશે. તેની પત્નીથી છૂટાછેડા લીધા પછી અભિનેતાએ તેનો મોટાભાગનો સમય તેની પુત્રી સાથે વિતાવ્યો હતો અને ઘણીવાર તેની સાથે જોવા પણ મળ્યો હતો અને હવે લાંબા સમય પછી તે ફરી એકવાર રિલેશનમાં છે.

આ પણ વાંચો : ભગવાન રામને માંસાહારી બતાવતી ફિલ્મ ‘અન્નપૂર્ણાની’ નેટફ્લિક્સ પરથી હટાવી

Back to top button