પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનનું સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ સોમવારે કથિત રીતે હેક કરવામાં આવ્યું હતું. હેકરે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી ક્રિપ્ટોકરન્સી વિશે પ્રમોશનલ ટ્વીટ પણ શેર કર્યું હતું. હેકર્સે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) એલોન મસ્કના ટ્વીટનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. આ જાણકારી ન્યૂઝ એજન્સી પીટીઆઈ દ્વારા આપવામાં આવી છે.પાકિસ્તાનના પૂર્વ પીએમએ હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. તેમની પાર્ટી પીટીઆઈના સભ્યો અને અનુયાયીઓ કોઈપણ અસામાન્ય પોસ્ટ સાથે સંપર્ક ન કરવાની સલાહ આપી રહ્યા છે.
જણાવી દઈએ કે ઈમરાન ખાનના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હાલમાં 7.4 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.આ પહેલા ડિસેમ્બરમાં સર્બિયામાં પાકિસ્તાન એમ્બેસીના ટ્વિટર હેન્ડલ પર સરકારી અધિકારીઓને પગાર ન મળવા પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ ઘટનાને કારણે પીટીઆઈ સરકાર અને ઈમરાન ખાનને ઘણી શરમનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં સરકારી અધિકારીઓએ દાવો કર્યો હતો કે આ એકાઉન્ટ હેક થયું હતું.
આ પણ વાંચો : ‘મારી ભૂલ થઈ ગઈ છે…’, ગવર્નર કોશ્યારીએ ગુજરાતી-રાજસ્થાની ટિપ્પણી બદલ માંગી માફી