વર્લ્ડ

ઈમરાન ખાનની મોટી જાહેરાત, જ્યાં હુમલો થયો હતો ત્યાંથી જ મંગળવારે નીકળશે રેલી

Text To Speech

ઈમરાન ખાને રવિવારે જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) મંગળવારે તે જ સ્થળેથી ઈસ્લામાબાદ સુધી લોંગ માર્ચ ફરી શરૂ કરશે જ્યાં પંજાબ પ્રાંતમાં એક રેલી દરમિયાન તેને ગોળી વાગી હતી. આ ફાયરિંગની ઘટનામાં ઈમરાન ખાન ઉપરાંત અન્ય 11 લોકો ઘાયલ થયા હતા અને એક સમર્થકનું મોત થયું હતું. ઈમરાન ખાને એ પણ જણાવ્યું છે કે તેઓ આ માર્ચમાં ક્યારે અને ક્યાં જોડાશે.

Imran Khan
Imran Khan

પીટીઆઈ ચીફને ગોળી વાગ્યા બાદ ગુરુવારે સર્જરી કરવામાં આવી હતી. ખાને કહ્યું, “અમે નિર્ણય કર્યો છે કે મંગળવારે વજીરાબાદમાં તે જ સ્થળેથી અમારી કૂચ ફરી શરૂ થશે જ્યાં મને અને અન્ય 11 લોકોને ગોળી મારી દેવામાં આવી હતી અને જ્યાં મોઅઝ્ઝમ શહીદ થયો હતો,” ખાને કહ્યું. ઈમરાન ખાનને જમણા પગમાં ગોળી વાગી હતી જ્યારે બે બંદૂકધારીઓએ વજીરાબાદ વિસ્તારમાં તેમના અને અન્ય લોકો પર ગોળીબાર કર્યો હતો. તે સમયે ખાન કૂચનું નેતૃત્વ કરી રહ્યા હતા.

Shahbaz Sharif and Imran Khan
Shahbaz Sharif and Imran Khan

ઈમરાન રાવલપિંડી પહોંચતા જ માર્ચમાં સામેલ થશે

ખાન પર હુમલા દરમિયાન ગોળી વાગતાં પીટીઆઈ કાર્યકર મોઅઝમ ગોંડલનું મૃત્યુ થયું હતું. હુમલા બાદ રેલી મોકૂફ રાખવામાં આવી હતી. “હું અહીંથી (લાહોરમાં) માર્ચને સંબોધિત કરીશ અને ગતિના આધારે અમારી કૂચ આગામી 10 થી 14 દિવસમાં રાવલપિંડી પહોંચશે.” પીટીઆઈના વડાએ કહ્યું કે જ્યારે કૂચ રાવલપિંડી પહોંચશે ત્યારે તે તેમાં જોડાશે અને તેનું નેતૃત્વ પોતે કરશે.

Imran Khan Shot at Rally
Imran Khan Shot at Rally

હુમલા બાદ કૂચ અસ્થાયી રૂપે અટકાવી દેવામાં આવી છે.

અગાઉના દિવસે, પાકિસ્તાનના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન શેખ રાશિદ અહેમદે કહ્યું હતું કે પીટીઆઈની આગેવાની હેઠળની વિરોધ કૂચ માત્ર અસ્થાયી રૂપે અટકાવવામાં આવી છે, પાછી ખેંચી લેવામાં આવી નથી. અવામી મુસ્લિમ લીગ (એએમએલ)ના પ્રમુખે એ વાત પર પણ દુખ વ્યક્ત કર્યું કે ખાન પર હુમલાની એફઆઈઆર ત્રણ દિવસ પછી પણ નોંધવામાં આવી નથી. એએમએલ ઈમરાન ખાનની આગેવાની હેઠળની પીટીઆઈ સરકારનો ભાગ હતો.

આ પણ વાંચો : ‘મારી વિરુદ્ધ પુરાવા મળશે તો હું PM પદ છોડી દઈશ’, ઈમરાનના આરોપોની તપાસ થવી જોઈએ’

Back to top button