HD ન્યુઝ ડેસ્કઃ તાજેતરમાં જ ભારતની મુલાકાતે આવેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી ગોવા SCO સમિટ દરમિયાન ગુસ્સે થઈ ગયા હતા. કાશ્મીર અને આતંકવાદ મુદ્દે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે તેમને ઠપકો આપ્યો હતો. આ પછી જ્યારે બિલાવલ પાકિસ્તાન પરત ફર્યા તો પાકિસ્તાનની વિપક્ષી પાર્ટીએ પણ તેમને બક્ષ્યા નહીં.
ઈમરાને બિલાવલ પર કટાક્ષ કરતા કહ્યુંઃ
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડા અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને તો બિલાવલની ભારત મુલાકાતને પાકિસ્તાનના અપમાન સાથે જોડી દીધી છે. એક રેલીમાં ઈમરાને બિલાવલ પર કટાક્ષ કરતા કહ્યું કે, “આખી દુનિયામાં પાકિસ્તાનનું અપમાન થઈ રહ્યું છે… અમે બિલાવલને પૂછીએ છીએ કે તમે આખી દુનિયાની મુલાકાત લઈ રહ્યા છો તો અમને પણ કહો. ભારત જવાથી શું ફાયદો થયો? “
વર્તમાન સરકાર પર ઘણા આરોપો લગાવ્યા:
બિલાવલના ભારત પ્રવાસ પર થયેલા ખર્ચ પર સવાલ ઉઠાવતા ઈમરાને કહ્યું કે પ્રવાસ પર જતા પહેલા તમે પૂછો કે આ પૈસા તમે કોના પર ખર્ચો છો. આનો ફાયદો કે ગેરલાભ શું હશે? આ પહેલા ઇમરાને પાકિસ્તાનના આર્થિક સંકટને લઈને વર્તમાન સરકાર પર ઘણા આરોપો લગાવ્યા હતા. ઈમરાને કહ્યું હતું કે શાહબાઝ સરકાર દેશને બરબાદ કરી રહી છે. હવે ઈમરાને બિલાવલની મુલાકાત પર થયેલા ખર્ચને લઈને પાકિસ્તાનની વર્તમાન સરકાર પર પણ નિશાન સાધ્યું છે.
આ પણ વાંચોઃ બિલાવલ ભુટ્ટોએ ભારત વિશે શું કહ્યું SCO સમિટમાં? વાંચો આ અહેવાલ