ગુજરાતટોપ ન્યૂઝ

ટ્રિપલ તલાક મામલે કેદની સજા, ગુજરાતનો પ્રથમ કેસ

Text To Speech

બનાસકાંઠા જિલ્લામાં ટ્રિપલ તલાક મામલે એક અધિકારીને પાલનપુરની કોર્ટે એક વર્ષની સજા ફટકારી હોવાની ઘટના સામે આવી છે. એક પુત્રીની માતાને તરછોડી ત્રણ વાર તલાક કહી અન્ય યુવતી સાથે લગ્ન કરનાર ક્લાસ-2 અધિકારીને કોર્ટે સજા ફટકારતા કોર્ટ પરિસરમાં સન્નાટો વ્યાપી ગયો હતો. કોર્ટે આરોપીને સજાની સાથે પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. ટ્રિપલ તલાકના કેસમાં સજા પડી હોય તેવો રાજ્યનો આ પ્રથમ કેસ છે.

આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો વડગામ તાલુકાના જૂનીનગરીની યુવતીના લગ્ન હેબતપુરના વતની સરફરાજખાન બિહારી સાથે થયા હતા. તેમના લગ્નજીવનથી પીડિતાને એક પુત્રીનો જન્મ થયો હતો. ત્યારબાદ સરફરાઝખાનને દાંતીવાડા સિપુ નિગમમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે નોકરી મળી હતી. નોકરી દરમિયાન તેની સાથે ઓફિસમાં કામ કરતી હિન્દુ યુવતી સાથે સરફરાજખાનને પ્રેમ થતા તેને લઈને નાસી ગયો હતો. તે સમયે પરિવારના સમજાવટથી સરફરાજખાને યુવતીને ભૂલી જશે તેમ કહી મામલી ઘરમાંથી કાઢી મુકી હતી.લો થાળે પાડયો હતો. પરંતુ ત્યારબાદ પણ સરફરાઝખાને યુવતી સાથે સંબંધો રાખતા યુવતીને એક પુત્રનો જન્મ થયો હતો. જેથી તેની પત્નીએ વિરોધ કરતા સરફરાઝખાને તેને ગડદાપાટુનો મારમારી ત્રણવાર તલાક…તલાક…તલાક… બોલીને તલાક આપી દીધા હતા.

પત્નીએ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ટ્રિપલ તલાકના કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જે સમગ્ર કેસ પાલનપુરની બીજી એડિશનલ કોર્ટમાં ચાલી જતા જજ જી.એસ દરજીએ તમામ બાબતો અને સરકારી વકીલની દલીલોને ધ્યાને લેતા અને કેશની ગંભીરતા જોતા આરોપી સરફરાઝ ખાન બિહારીને એક વર્ષની સજા ફટકારી છે. ટ્રિપલ તલાકના કાયદા બાદ ગુજરાતમાં કોઈને સજા પડી હોય તેવો રાજ્યનો આ પ્રથમ કિસ્સો છે.

 

Back to top button