નેશનલ

હાઈવે પર મુસાફરી કરનારાઓ માટે અગત્યનું, ટોલ ટેક્સને લઈને નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત

Text To Speech

હાલમાં ફાસ્ટેગ દ્વારા ટોલ વસૂલવામાં આવે છે, પરંતુ હવે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેને એક પગલું આગળ વધારવાની યોજના છે. નીતિન ગડકરીએ કહ્યું હતુ કે વર્ષ 2024 પહેલા દેશમાં 26 ગ્રીન એક્સપ્રેસ વે બનાવવામાં આવશે. અને સરકાર ટોલ વસૂલાત માટે નવી પદ્ધતિ લાવવાનું વિચારી રહી છે.

નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત

હાઈવે-એક્સપ્રેસ વે પર ચાલતા લોકોને ટૂંક સમયમાં ટોલ બ્લોક પર લાઈનોમાં ઉભા રહેવાથી છુટકારો મળી જાય તેવી શકયતા છે. આ માટે સરકાર ટોલ વસૂલવા માટે 2 નવી પદ્ધતિઓ લાવવાની યોજના બનાવી રહી છે. જો કે, અત્યારે તેના પર કામ ચાલી રહ્યું છે પરંતુ ટૂંક સમયમાં તે પુરુ થઈ જશે. ટોલ વસૂલવા માટે ટેક્નોલોજીમાં ફેરફાર કરવામાં આવશે. અને એક વર્ષની અંદર ટોલ બૂથની જગ્યાએ જીપીએસ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવશે.

ટોલ ટેક્સ-humdekhengenews

ટોલ ટેક્સને લઈને થશે આ ફેરફાર

નીતિન ગડકરીએ આજે લોકસભામાં નિવેદન આપતા કહ્યુ હતુ કે “હું ગૃહને ખાતરી આપવા માંગુ છું કે દેશમાંથી એક વર્ષની અંદર ટોલ બૂથ નાબૂદ કરવામાં આવશે. મતલબ કે ટોલ કલેક્શન જીપીએસ દ્વારા થશે. પૈસા જીપીએસ ઇમેજિંગના આધારે લેવામાં આવશે.” ગડકરીએ ગયા વર્ષના અંતમાં કહ્યું હતું કે ટોલ વસૂલાત માટે નવી ટેક્નોલોજી પર કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે નંબર પ્લેટની ટેક્નોલોજી સારી છે. ગડકરીના મતે ટોલ માટે કોમ્પ્યુટરાઈઝ્ડ ડિજીટલ સિસ્ટમ બનાવવામાં આવશે.

ટોલ ટેક્સ વસુલવા માટે બે વિકલ્પો પર વિચાર

કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે સરકાર ટોલ વસૂલવા માટે બે વિકલ્પો પર વિચાર કરી રહી છે. પહેલો રસ્તો એ છે કે જેમાં કારના જીપીએસ વાહન માલિકના બેંક ખાતામાંથી સીધા ટોલ વસૂલવામાં મદદ કરશે. બીજો વિકલ્પ નંબર પ્લેટનો છે. જેમાં જૂની નંબર પ્લેટને બદલીને નવી પ્લેટ લગાવવામાં આવશે અને ત્યારબાદ કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમ દ્વારા સોફ્ટવેરની મદદથી ટોલ વસૂલવામાં આવશે. જો કે, તેમણે એમ પણ કહ્યું હતું કે આ અંગે હજુ ચર્ચા ચાલી રહી છે અને આમાંથી કયો વિકલ્પ પસંદ કરવામાં આવશે તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

આ પણ વાંચો :‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ યોજના અંતર્ગત આજે 16 MoU થયા

Back to top button