નેશનલ

PM મોદીના અમેરિકન પ્રવાસ પહેલા US વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને આપ્યું મહત્વપૂર્ણ નિવેદન

નવી દિલ્હી: પીએમ મોદીન આગામી અમેરિકન પ્રવાસ અંગે યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટોની બ્લિંકન તરફથી નિવેદન સામે આવ્યું છે. તેમને કહ્યું છે કે તેઓ આ પ્રવાસને વિશ્વની સૌથી જૂની અને સૌથી મોટી લોકશાહી વચ્ચેના ઊંડા જોડાણ તરીકે જુએ છે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તાવાર આમંત્રણ મોકલ્યું છે.

આ પ્રવાસમાં 22 જૂને વ્હાઇટ હાઉસ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ડિનરનું આયોજન કરવામાં આવશે.

અમેરિકન પ્રવાસ પર જશે પીએમ મોદી  

આ મુલાકાત એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આ પહેલા માત્ર બે વખત ભારતના નેતાઓ અમેરિકાના સત્તાવાર આમંત્રણ પર ત્યાં પહોંચ્યા છે. પીએમ મોદીની આ ત્રીજી મુલાકાત હશે. અગાઉ જૂન 1963માં રાષ્ટ્રપતિ એસ. રાધાકૃષ્ણન અને નવેમ્બર 2009માં વડાપ્રધાન મનમોહન સિંહે અમેરિકાની સત્તાવાર મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો- ટ્વિટરના સંસ્થાપક જૈક ડોર્સીએ કહ્યું; ભારત સરકારે આપી હતી ધમકી- મોદી સરકારે શું આપ્યો જવાબ?

યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને જણાવ્યું હતું કે, “બાઇડેન વહીવટીતંત્ર આ મુલાકાતને વિશ્વની સૌથી જૂની અને સૌથી મોટી લોકશાહી વચ્ચેના અનોખા સંબંધ તરીકે જોઈ રહ્યું છે.” આ ભાગીદારી પ્રાદેશિક અને વૈશ્વિક પડકારોને ઉકેલવા માટેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.”

બ્લિંકને કહ્યું, “ગત વર્ષે જેમ તમે બધા જાણો છો બંને દેશો વચ્ચેનો વેપાર $191 બિલિયનના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો, જે US ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર બન્યો હતો. અમેરિકન કંપનીઓએ ભારતમાં ઓછામાં ઓછા $54 બિલિયનનું રોકાણ કર્યું છે. યુએસમાં ભારતીય કંપનીઓએ IT, ફાર્માસ્યુટિકલ્સમાં $40 બિલિયનથી વધુનું રોકાણ કર્યું છે અને કેલિફોર્નિયાથી જ્યોર્જિયા સુધી 425,000 નોકરીઓનું સર્જન કર્યું છે.

અમેરિકન રાજદ્વારીએ શું કહ્યું?

વરિષ્ઠ યુએસ રાજદ્વારી અતુલ કેશપે સોમવારે જણાવ્યું હતું કે આ મુલાકાત વૈશ્વિક બાબતોમાં ભારતના વધતા મહત્વ અને બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોને દર્શાવે છે.

યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના પ્રમુખ કેશપે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ મુલાકાત “ખરેખર મહત્વપૂર્ણ” છે કારણ કે તે કોઈ ભારતીય નેતાની યુએસની ત્રીજી મુલાકાત છે.

અતુલ કેશપે કહ્યું, “તે અમેરિકા અને ભારતના લોકો વચ્ચેની મિત્રતા અને વિશ્વાસ દર્શાવે છે.”

વ્હાઇટ હાઉસે મોદી ના અમેરિકન પ્રવાસ અંગે શું કહ્યું

એક પત્રકાર દ્વારા વડાપ્રધાન મોદીને સ્ટેટ ડિનર માટે અમેરિકા આવવાનું આમંત્રણ આપવાના પ્રશ્ન પર વ્હાઇટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું કે ભારત વિવિધ સ્તરે અમેરિકાનું મજબૂત સાથી છે. તમે જોયું જ હશે કે સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટિને શાંગરી લા ડાયલોગમાં સંરક્ષણ સહયોગ વિશે જણાવ્યું હતું અને અમે તેને ભારત સાથે આગળ લઈ જવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. બંને દેશો વચ્ચે ઘણો આર્થિક વેપાર પણ થઈ રહ્યો છે. ભારત પેસિફિક ક્વોડનો સભ્ય છે અને ભારત-પ્રશાંત સુરક્ષામાં ભારત એક મહત્વપૂર્ણ સાથી છે.

ભારત એક જીવંત લોકશાહી છે

કિર્બીએ કહ્યું કે હું બીજી ઘણી વાતો કહી શકું છું. ભારત શા માટે આટલું મહત્વ ધરાવે છે તેના ઘણા અગણિત કારણો છે. તે માત્ર દ્વિપક્ષીય સંબંધોમાં જ નહીં પરંતુ બહુપક્ષીય સ્તરે પણ મહત્વપૂર્ણ છે. આ સાથે રાષ્ટ્રપતિ બિડેન આ તમામ મુદ્દાઓ પર વડાપ્રધાન મોદી સાથે વધુ ઊંડાણપૂર્વક વાત કરવા તરફ ધ્યાન આપી રહ્યા છે. જ્યારે પૂછવામાં આવ્યું કે શું તમારું વહીવટીતંત્ર ભારતમાં લોકશાહીની સ્થિતિ વિશે ચિંતિત છે? તેના પર કિર્બીએ કહ્યું કે ભારત એક જીવંત લોકશાહી છે અને કોઈપણ વ્યક્તિ નવી દિલ્હી જઈને તેની ચકાસણી કરી શકે છે. અમે અમારા અભિપ્રાય વ્યક્ત કરવામાં ક્યારેય શરમાતા નથી. અમે અમારા મિત્રો સાથે અમારી ચિંતાઓ વ્યક્ત કરવામાં શરમાતા નથી. મોદીની મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને ગાઢ બનાવવા, ભાગીદારીને મજબૂત કરવા અને મિત્રતાને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

આ પણ વાંચો- LIVE: વાવાઝોડાના આગમન પહેલા જ વણસી પરિસ્થિતિ, જાણો પળેપળના સમાચાર

Back to top button