ચાર ધામની યાત્રાને યાત્રાને લઈને મહત્વના સમાચાર, ભારે હિમવર્ષાને કારણે નોંધણી બંધ, એલર્ટ જારી
ઉત્તરાખંડ હવામાન વિભાગે હિમવર્ષાનું એલર્ટ જાહેર કર્યું છે. સોમવારે પણ કેદારનાથમાં સારી એવી હિમવર્ષા થઈ છે. વરસાદ અને હિમવર્ષાના કારણે કેદારનાથમાં ઠંડી વધી છે અને તેના કારણે યાત્રિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે 01 મેથી આગામી 4 દિવસ સુધી વરસાદ, કરા અને વાવાઝોડાની આગાહી કરી છે.દરમિયાન કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે યાત્રાળુઓ માટે એલર્ટ જારી કરવામા આવ્યું છે.
હિમવર્ષાને કારણે એલર્ટ જારી
ઉત્તરાખંડના ચારેય ધામોમાં હિમવર્ષા અને વરસાદ થઈ રહ્યો છે. ખરાબ હવામાન હોવા છતાં, આ સ્થળોએ ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. બાબા કેદારનું ઘર આ દિવસોમાં બરફથી ઢંકાઈ ગયું છે. ઉચ્ચ હિમાલયના વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાની સંભાવનાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા આગામી 2-3 દિવસ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અને કેદારના ધામની મુલાકાત માટે નોંધણી 3 મે સુધી બંધ કરી દેવામાં આવી છે.
કેદારનાથની યાત્રાને અટકાવવામાં આવી
રુદ્રપ્રયાગના જિલ્લા મેજીસ્ટ્રેટ મયુર દીક્ષિતે જણાવ્યું કે કેદારનાથ ધામમાં આવનારા શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે અપીલ કરવામાં આવી છે.તેમણે કહ્યું, “મુસાફરોએ એક જ જગ્યાએ રહેવું જોઈએ અને હવામાન સારું ન થાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે મુસાફરી કરવી જોઈએ.” તેમણે કહ્યું કે આ સમયે કેદારનાથ ધામમાં સતત હિમવર્ષા થઈ રહી છે અને યાત્રાને નિયંત્રિત કરવામાં આવી રહી છે. સોનપ્રયાગથી સવારના 10:30 વાગ્યા પછી મુસાફરોને કેદારનાથ જવાની મંજૂરી નથી.
केदारनाथ में बर्फबारी और बारिश, मौसम में बदलाव के कारण श्रद्धालुओं को हो रही कई परेशानियां pic.twitter.com/R4fwAmFFPT
— NaiDunia (@Nai_Dunia) May 1, 2023
તમામ યાત્રાળુઓને કાળજી રાખવા અપીલ
તમામ મુસાફરોને અપીલ કરતાં તેમણે જણાવ્યું હતું કે, “તમામ મુસાફરોએ તેમની સલામતીની ખાસ કાળજી લેવી જોઈએ અને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરીને જિલ્લા વહીવટીતંત્રને સહકાર આપવો જોઈએ.” તેમણે અપેક્ષા રાખી હતી કે તમામ યાત્રિકો કેદારનાથની યાત્રા ત્યારે જ શરૂ કરશે જ્યારે હવામાન સારું રહેશે.
નોંધણી બંધ કરી દેવામા આવી
તમને જણાવી દઈએ કે આ પહેલા 25 એપ્રિલના રોજ કેદારનાથ ધામના દરવાજા ખુલ્યાના દિવસે ઉત્તરાખંડ સરકારે યાત્રાના માર્ગ પર ભારે હિમવર્ષા અને હવામાન વિભાગ દ્વારા ખરાબ હવામાનની ચેતવણીને ધ્યાનમાં રાખીને કેદારનાથ ધામ યાત્રા માટે યાત્રિકોની નોંધણીની અરજીઓ સ્વીકારવાનું બંધ કરી દીધું હતું. વિભાગે આપ્યો હતો.
આ પણ વાંચો : ધો-12 સાયન્સનું 65.58 ટકા પરિણામ જાહેર, આ જિલ્લાનું પરિણામ સૌથી વધુ