એજ્યુકેશનગુજરાત

શિક્ષકોની બદલી અને ભરતીને લઈને મહત્વના સમાચાર, આ નિયમોમાં ફેરફાર થવાની શક્યતા

Text To Speech

શિક્ષકોની બદલી અને ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. શિક્ષકોની અટકી પડેલી બદલી અને શિક્ષકોની નવી ભરતીને લઈ નિવેડો લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે સરકારે શિક્ષકોની બદલી અને ભરતીના પ્રશ્નોનો નિવડો લાવવા માટે 15 સભ્યોની કમિટી બનાવી છે.

શિક્ષકોની બદલી અને ભરતી સંદર્ભે 15 સભ્યોની કમિટી બનાવી

રાજ્યની પ્રાથમિક શાળાના રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીના નવા ઘડાયેલા નિયમોને લઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેના પર સુનાવણી કરવામાં આવી રહી છે. ત્યારે જાણકારી મુજબ રાજ્ય સરકારે શિક્ષકોની બદલી અને ભરતીના નિવેડા માટે15 સભ્યોની કમિટી બનાવી છે. આ કમિટીમાં શિક્ષણ વિભાગના સંયુક્ત સચિવ, ઉપસચિવ, સંયુક્ત શિક્ષણ નિયામક, નાયબ નિયામક (ભરતી), 7 DEO-DPEO અને 4 TPEOનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી શિક્ષકોની બદલીના નિયમમાં ફેરફાર થવાની શક્યતા રહેલી છે.

શિક્ષકોની બદલી-humdekhengenews

1 માર્ચના રોજ બીજી બેઠક મળશે

ઉલ્લેખનીય છે કે શિક્ષકોની બદલીને લઈને ગત 14મી ઓક્ટોબર-2022ના રોજ પ્રસિદ્ધ થયેલા સુધારા ઠરાવ સામે શિક્ષકોએ વાંધો ઉઠાવ્યો હતો અને આ મામલે તેઓ હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. આ ઠરાવમાં પણ સુધારો થાય તેવી શક્યતા રહેલી છે. આ માટે રાજ્ય સરકારે 15 સભ્યોની કમિટી બનાવી છે. જેની પ્રથમ બેઠક ગત શુક્રવારે મળી હતી. આ બેઠકમાં તમામને યોગ્ય સુજાવ કરવા કહ્યું હતું. જેથી આ સંદર્ભે બીજી બેઠક 1 માર્ચના રોજ મળશે.

250 થી વધારે પિટીશન હાઈકોર્ટમાં દાખલ કરાઈ

શિક્ષકોની બદલી અને ભરતી સંદર્ભે જુદી જુદી જોગવાઈઓમાં 250 થી વધારે પિટીશન હાઈકોર્ટમાં કરવામાં આવી છે. આમાથી 117 જેટલી પીટિશન હાલ પેન્ડિંગ છે. આ કારણે સરકારે શિક્ષકોની જિલ્લા આંતરિક બદલી કેમ્પ મોકૂફ રાખ્યો છે.

આ પણ વાંચો : NSEએ ડેરિવેટિવ્સ માટે ટ્રેડિંગનો સમય વધાર્યો, જાણો ક્યારે લાગુ થશે?

Back to top button