ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ચાલુ મહિને યોજાનારા જિલ્લા, તાલુકા અને રાજ્યનો ‘સ્વાગત’ કાર્યક્રમ અંગે મહત્વના સમાચાર

Text To Speech
  • રાજ્યમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીની આચારસંહિતાના કારણે કાર્યક્રમ યોજવામાં આવશે નહીં

ગાંધીનગર, 21 જાન્યુઆરી: સામાન્ય લોકોની સમસ્યાઓ અને ફરિયાદો રજૂ કરવા ટેક્નોલોજીના ઉપયોગ સાથે દર મહિને આયોજિત ‘સ્વાગત’ ઓનલાઈન લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમ જાન્યુઆરી-2025માં આયોજિત કરવામાં આવશે નહીં. રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સંસ્થાઓ એટલે કે નગરપાલિકાઓ, એક મહાનગર પાલિકા અને અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોની બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરી છે.

આ જાહેરાત સાથે જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. આ આદર્શ આચારસંહિતાને ધ્યાનમાં રાખીને જાન્યુઆરી મહિનામાં તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાનો ‘સ્વાગત’ ઓનલાઈન લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવશે નહીં. મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ વતી તમામ નાગરિકોને આ બાબત ધ્યાનમાં રાખવા અનુરોધ કરાયો છે.

આ પણ વાંચો :- ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત : 16મી ફેબ્રુઆરીએ મતદાન, 18મીએ મતગણતરી

Back to top button