ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

શિક્ષકોની ભરતી અંગે મહત્વપૂર્ણ સમાચાર, આજે જાહેર થશે વિદ્યા સહાયકોનું મેરીટ લિસ્ટ, આ રીતે જોઈ શકાશે

Text To Speech

ગાંધીનગર, 20 ફેબ્રુઆરી : રાજ્યભરમાં નોકરીની રાહ જોઈ રહેલા પ્રાથમિક શિક્ષકોની ભરતીઓને લઈ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. શિક્ષણમંત્રીએ X પર આપેલી માહિતી અનુસાર, આજે 20 ફેબ્રુઆરીએ બપોરે આ ભરતીઓ માટે મેરીટ લિસ્ટ જાહેર થશે. જો કે, આ કામચલાઉ લિસ્ટ હશે.

ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8 માટે જે વિદ્યાસહાયકોની ભરતીઓ કરવાની છે, તેનું મેરીટ લિસ્ટ આજે ગુરૂવારે બપોરે 03-30 કલાકે જાહેર થશે એવી વિગતો શિક્ષણમંત્રી દ્વારા X પર જાહેર કરવામાં આવી છે. આ ભરતીઓમાં ધોરણ 1 થી 5 માટે 7,000 ટીચર, ધોરણ 6 થી 8 માટે 5,000 શિક્ષક અને અન્ય માધ્યમમાં 1,852 વિદ્યાસહાયકોની ભરતીઓ માટે આ પ્રક્રિયાઓ ચાલી રહી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, આ ભરતીઓ માટે ગત નવેમ્બરમાં શિક્ષણ વિભાગે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. ત્યારબાદ, શિક્ષણમંત્રી કુબેર ડીંડોર દ્વારા હવે આ જાહેરાત X પર કરવામાં આવી હતી. આ મેરીટ લિસ્ટ જોવા માટે ઉમેદવારોએ રાજ્ય પ્રાથમિક શિક્ષણની વેબસાઈટ https://vsb.dpegujrat.in ની મુલાકાત લેવાની રહેશે. જ્યાં મેરીટ લિસ્ટ અપલોડ કરવામાં આવશે.

આ પણ વાંચો :- ફાસ્ટેગ અંગે વાયરલ થયેલી પોસ્ટ ઉપર NHAI ની સ્પષ્ટતા, જાણો શું છે મામલો

Back to top button