મહત્વના સમાચાર મળી રહ્યા છે કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાતના ચાર દિવસમના પ્રવાસે આવી રહ્યુ છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે વિવિધ રાજકીય પક્ષના નેતાઓ અને કાર્યકરો સભાઓ ગજવી રહ્યા છે ત્યારે આ બધાની વચ્ચે 16 ઓક્ટોબરથી ચાર દિવસ કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હિમાચલની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે જે બાદ હવે ગમે ત્યારે ગુજરાત વિધાનસભાની પણ જાહેરાત થઈ શકે છે. જેમાં ખાસ કરીને ડીસેમ્બર માસમાં ચૂંટણી યોજાવાની છે કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાત મુલાકાત દરમિયાન વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર કરે તેવી સંભાવનાઓ છે.
ચૂંટણી પંચ ચાર દિવસની મુલાકાત
કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાતની મુલાકાતે છે ત્યારે આ મુલાકાત દરમિયાન ચૂંટણીપંચ રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે તેમજ ગુજરાતમાં 4 દિવસ 4 ઝોનમાં બેઠકો પણ આયોજિત કરશે. કેન્દ્રીય ચૂંટણી પંચ આશરે એક અઠવાડિયા સુધી વિવિધ પરિસ્થિતિઓની સમીક્ષા કરશે 16થી 20 ઓક્ટોબર દરમિયાન કેન્દ્રિય નાયબ ચૂંટણી કમિશનર ગુજરાત મુલાકાત કરવાના છે. તેઓ આ ચાર દિવસમાં અમદાવાદ, રાજકોટ, સુરત અને જામનગરની મુલાકાત લેવાના છે.
ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે
ગુજરાતની વિધાનસભાની ચૂંટણી ખૂબ જ નજીક છે. વિવિધ રાજકીય પક્ષો પોતાના પ્રચાર અને પ્રસારમાં એડીચોટીનું જર લગાવી રહ્યા છે. ત્યારે કેન્દ્રિય ચૂંટણી પંચના (Election Commission) અધિકારી ફરી ગુજરાત મુલાકાતે આવશે. દિલ્હીથી નાયબ ચૂંટણી કમિશનર ગુજરાત આવવાના છે. કેન્દ્રિય ચૂંટણી પંચ 16થી 20 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં સમીક્ષા બેઠક યોજશે. રાજ્યની ચૂંટણી વ્યવસ્થાની તૈયારીઓ અંગે સમીક્ષા કરશે. ઝોન પ્રમાણે બેઠકો યોજી તેઓ સમીક્ષા કરશે. કેન્દ્રિય ચૂંટણી પંચની ગુજરાત (Gujarat) મુલાકાત પછી ગુજરાતની ચૂંટણીની તારીખોની જાહેરાત થશે.
આ પણ વાંચો:ગૃહ મંત્રી અમિત શાહ એક્શન મોડમાં, આજે ફરી ગુજરાતની મુલાકાતે