ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રકૃષિખેતીગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતબિઝનેસમધ્ય ગુજરાતયુટિલીટી

રાજ્યના આદિજાતી સમુદાય માટે મહત્ત્વના સમાચારઃ જાણો પૂરી વિગતો

Text To Speech
  • આદિજાતી વિસ્તારના મધમાખી પાલકોને વિનામૂલ્યે મધમાખીની બે હાઇવ્સ તથા કોલોની અપાશે
  • સહાય મેળવવા માટે મધમાખી પાલકો આગામી તા. ૭ ફેબ્રુઆરી સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે

ગાંધીનગર, 1 ફેબ્રુઆરી, 2025: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના આદિજાતી સમુદાય માટે અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના આદિજાતી વિસ્તારોમાં મધમાખી પાલનનો વ્યાપ વધારવા માટે સહાયલક્ષી યોજના કાર્યરત છે. આ યોજના અંતર્ગત આદિજાતિ વિસ્તારના ૧૪ જિલ્લાના ૫૩ આદિજાતિ તાલુકાના મધમાખી પાલકો, સેલ્ફ હેલ્પ ગ્રુપ, સખી મંડળ, FPO અને FPCના આદિજાતિ સભાસદને વિનામૂલ્યે બે મધમાખીની હાઇવ્સ તથા કોલોની (મધમાખીની પેટી) પૂરી પાડવામાં આવે છે.

આ પણ વાંચોઃ અરવલ્લીના ભવ્ય ચૌધરીએ બાગાયતી ખેતી દ્વારા ક્રાંતિકારી પરિણામ મેળવ્યુંઃ જુઓ વીડિયો

આ યોજનાનો લાભ મેળવવા માટે મધમાખી પાલકોએ આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. મહત્તમ લોકો આ યોજનાનો લાભ લઈ શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ આગામી તા. ૭ ફેબ્રુઆરી સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આદિજાતી વિસ્તારના મધમાખી પાલકોએ આ યોજનાનો લાભ મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરીને અરજીની પ્રીંટ જરૂરી સાધનિક કાગળો સાથે જે તે જિલ્લાના નાયબ બાગાયત નિયામકની કચેરીએ સમય મર્યાદામાં મોકલી આપવાની રહેશે.

આ પણ વાંચોઃ ગુજરાતના આ મંત્રીએ કેન્દ્રીય બજેટને ખેડૂત હિતલક્ષી ગણાવ્યું

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button