ગુજરાતટોપ ન્યૂઝ

યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શનાર્થે આવતા ભક્તો માટે મહત્વના સમાચાર

Text To Speech
  • આ અંગે તંત્ર દ્વાર મેઈન્ટેનેન્સ હોવાનું કારણ આપ્યું છે
  • 12 ઓગસ્ટથી પાવાગઢ રોપ વે સેવા ભક્તો માટે રાબેતા મુજબ ચાલુ
  • 7થી 11 ઓગસ્ટ સુધી પાવાગઢમાં રોપ વે સેવા બંધ કરવામાં આવી

યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શનાર્થે આવતા ભક્તો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં પાવાગઢમાં રોપ વે સેવા આગામી 5 દિવસ બંધ રહેશે. તેમાં મેઈન્ટેનેન્સની કામગીરીને લઈને નિર્ણય લેવાયો છે. જેમાં 7થી 11 ઓગસ્ટ સુધી પાવાગઢમાં રોપ વે સેવા બંધ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 3 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી, જાણો કયા થશે જળબંબાકાર 

આ અંગે તંત્ર દ્વાર મેઈન્ટેનેન્સ હોવાનું કારણ આપ્યું

12 ઓગસ્ટથી રાબેતા મુજબ રોપ વે સેવા શરુ થશે. યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શનાર્થે આવતા ભક્તો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં આગામી 5 દિવસ માટે રોપ વે સેવા બંધ રહેશે. જેના કારણે ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ અંગે તંત્ર દ્વાર મેઈન્ટેનેન્સ હોવાનું કારણ આપ્યું છે. આ અંગે તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, તારીખ 7 ઓગસ્ટ થી 11 ઓગસ્ટ સુધી રોપ વે સેવા બંધ રહેશે. જેના કારણે દર્શનાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. રોપ વે સેવા પૂરી પાડતી ઉષા બ્રેકો કંપની દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

12 ઓગસ્ટથી પાવાગઢ રોપ વે સેવા ભક્તો માટે રાબેતા મુજબ ચાલુ

છેલ્લા ઘણાં સમયથી સેવામાં ખામી આવતી હોવાના કારણે મેઈન્ટેનન્સની કામગીરીને ધ્યાને રાખી રોપવે સેવા બંધ કરવામાં આવી છે. આ માટે આગામી 5 દિવસ રોપવે સેવા બંધ રહેશે. જ્યારે 12 ઓગસ્ટથી પાવાગઢ રોપ વે સેવા ભક્તો માટે રાબેતા મુજબ ચાલુ થશે.

Back to top button