ગુજરાતીઓ માટે મહત્ત્વના સમાચાર: રેલવે મુસાફરી કરનારા ખાસ જાણી લે આ અપડેટ


અમદાવાદ, 10 જાન્યુઆરી: કાલુપુર રેલ્વે સ્ટેશન તરીકે પ્રખ્યાત અમદાવાદ રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસની કામગીરી શરૂ છે. પરંતુ આ દરમિયાન મુસાફરોને ઘણી તકલીફ પડી રહી છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર એન્જિનિયરિંગના કામને કારણે કેટલીક ટ્રેનોને અસર થઈ છે. એન્જિનિયરિંગના કામને લીધે, ટ્રેનો મોડી પડી શકે છે અથવા કેટલીક ટ્રેનો સંપૂર્ણ અથવા આંશિક રીતે રદ થઈ શકે છે.
અમદાવાદ રેલવે સ્ટેશન પર એન્જિનિયરિંગના કામને કારણે ટ્રેનોને અસર થઈ છે. જેના લીધે કેટલીક ટ્રેનો રદ રહેશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 3 પર સીસી એપ્રોન રિપેરીંગ અને પુનઃબાંધકામ કામ માટે 11 જાન્યુઆરી 2025 સુધી બ્લોક લેવામાં આવ્યો હતો જેને 15 જાન્યુઆરી 2025 સુધી વધારવામાં આવ્યો છે. આ તમામ ફેરફારને ધ્યાનમાં રાખીને મુસાફરો યાત્રા કરી શકે છે. ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની માહિતી રેલવે વેબસાઇટ પાર ઉપલબ્ધ છે.
જાણો કઈ ટ્રેનોમાં થશે ફેરફાર
તારીખ 15 જાન્યુઆરી સુધી ટ્રેન નંબર 69116 (09274) અમદાવાદ-આણંદ મેમૂ પૂર્ણપણે રદ રહેશે.
તારીખ 15 જાન્યુઆરી સુધી ટ્રેન 19035 વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ વટવા અને અમદાવાદ વચ્ચે આંશિક રદ રહેશે.
તારીખ 15 જાન્યુઆરી સુધી ટ્રેન 69113 (09315) વડોદરા-અમદાવાદ મેમૂ આણંદ અને અમદાવાદ વચ્ચે આંશિક રદ રહેશે.
આ પણ વાંચો..ચાઇનીઝ દોરી કે તુક્કલના વેચાણની માહિતી મળે તો તરત જ આ નંબર કરો ડાયલ