- ગુજરાત પોલીસ અને એસબીઆઈ વચ્ચે એમઓયુ થયા
- સેલેરી અકાઉન્ટ સાથે પોલીસ જવાનોને વિશેષ લાભો અપાશે
- પોલીસ જવાનોને રૂપિયા 1 કરોડનો અકસ્માત વિમો મળશે
ગુજરાત પોલીસના જવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાત પોલીસ અને એસબીઆઈ વચ્ચે એમઓયુ થયા છે. તેમાં સેલેરી અકાઉન્ટ સાથે પોલીસ જવાનોને વિશેષ લાભો અપાશે. જેમાં પોલીસ જવાનોને રૂપિયા 1 કરોડનો અકસ્માત વિમો મળશે. તથા સંપૂર્ણ અને આંશિક વિકલાંગતામાં રૂપિયા 80 લાખ થી 1 કરોડનો વિમો મળશે. તેમજ એમ્બ્યુલન્સ, દવાઓ જેવી બાબતોમાં પણ પોલીસ જવાનોને લાભ મળશે.
આ પણ વાંચો: સુરતમાં ઝેરી કેમિકલ પીવાથી ટપોટપ મર્યા પશુઓ, પશુપાલકોમાં રોષ
સેલેરી અકાઉન્ટ સાથે પોલીસ જવાનોને વિશેષ લાભો અપાશે
ગુજરાત પોલીસના અનેક પ્રશ્નો એકસાથે સોલ્વ થઈ ગયા અને પોલીસ જવાનોના પરિવાર માટે પણ ઘણી રાહત આપે એવા સમાચાર છે. કારણ કે ગુજરાત પોલીસ અને એસબીઆઈ વચ્ચે મહત્વપૂર્ણ MOU કરવામાં આવ્યા છે. જેના કારણે પોલીસના જવાનોની સેલેરી અકાઉન્ટ સાથે પોલીસ જવાનોને વિશેષ લાભો અપાશે. આ લાભો વિશે વિગતે વાત કરીએ તો સૌથી પહેલા તો પોલીસ જવાનોને રૂપિયા 1 કરોડનો અકસ્માત વિમો મળશે. જેના ફળસ્વરૂપે સેલેરી અકાઉન્ટ સાથે પોલીસ જવાનોને વિશેષ લાભો પણ આપવામાં આવશે. જેમાં સંપૂર્ણ અને આંશિક વિકલાંગતામાં રૂ.80 લાખથી 1 કરોડનો વીમો અપાશે. વધુમાં એર એમ્બ્યુલન્સ, દવાઓ જેવી બાબતોમાં પણ પોલીસ જવાનોને લાભ મળે તેવો સાનુકૂળ નિર્ણય કરવામા આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતના આ વિસ્તારમાં સ્કૂલ સંચાલકોની બેદરકારીથી બે વિદ્યાર્થીઓના મોત થયા
નોકરી દરમિયાન અકસ્માતને લઈને ભૂતકાળમાં ખરાબ અનુભવો
પોલીસ જવાનોને નોકરી દરમિયાન અકસ્માતને લઈને ભૂતકાળમાં ખરાબ અનુભવો થયા છે. જેમાં રાજ્યમાં ઘણા પોલીસ કર્મચારીઓના નિધન થયા હતા. તેમાં બાદમાં સામાન્ય પગાર ધરાવતા પોલીસ કર્મચારીના મૃત્યુ બાદ પરિવાર નોંધારો બને છે અને તેમના ભરણપોષણના પ્રશ્નો ઉભા થતા હોય છે. જેમાં હવે આ નિયમ લાગૂ પડતા પોલીસ જવાનો તથા તેમના પરિવારને ફાયદો થશે.