અમદાવાદના વાહન ચાલકો માટે મહત્વના સમાચાર, આ 16 નિયમો તોડ્યા તો ઘરે આવશે ઈ-મેમો
અમદાવાદ શહેરમાં વાહન ચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાાદ શહેરમાં વધતા જતા ટ્રાફિકને લઈને શહેરની ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી છે. અને હવેથી જો ટ્રાફિકના આ 16 જેટલા નિયમો તોડ્યા તો ઈ-મેમો આપવામાં આવશે.
ટ્રાફિક નિયમને લઇ અમદાવાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં
અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બનતી જાય છે. ત્યારે શહેર ટ્રાફિક આ મામલે પોલીસ એક્શનમાં આવી છે. અને લોકોને ટ્રાફિકના નિયમોનું વધુ કડકાઈથી પાલન કરવવા માટે હવે 16 નિયમોને લઈને વાહનચાલકોને ઘરે ઈ મેમો આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. આ પહેલા માત્ર ટ્રાફિકના 3 નિયમો તોડનારાને ઈ-મેમો આપવામાં આવતા હતા. પરંતુ હવે અમદાવાદ શહેરમાં આ 16 નિયમોનુ પાલન કરવું પડશે. અને તેના માટે તંત્ર દ્વારા શહેરમાં 130 ટ્રાફિક સિગ્નલો પર 6500 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. જેથી કોઈ પણ વાહનચાલક નિયમોનો ભંગ કરશે તો તેને ઈ મેમો મોકલવામાં આવશે.
આ 16 નિયમોના ભંગ બદલ આવશે ઈ મેમો
રિક્ષામાં નિયમ કરતા વધારે પેસેંજર હશે, રિક્ષામાં ડ્રાયવર સીટ પર પેસેન્જર બેઠા હશે, BRTS કોરિડોરમાં વાહન ચલાવશો, ફોર વિહલર્સમાં કાળા કાચા અથવાતો ડાર્ક ફિલ્મ લગાવી હશે, ડ્રાઈવીંગ કરતી વખતે મોબાઈલ ફોન પર વાત કરતા હશે, જો વાહનોમાં HSRP સિવાયની નંબર પ્લેટ લગાવી હશે, 2 કરતા વધારે લોકો ટુ-વિહિલર્સ પર સવાર હશે,ટ્રાફિક સિગ્નલ તોડનારા અને ગતિ મર્યાદા નહિ હોય, રોડ પર આડેધડ પાર્કિંગ અને નો-પાર્કિંગ ઝોનમાં પાર્કિંગ હશે,ફોર વિહિલર્સમાં સીટ બેલ્ટ નહિ પેહરીયો હોય, બાઈક ચાલકોએ હેલમેટ નહિ પહેર્યું હોય, શહેરમાં નિયમ કરતા વધારે વાહનોની સ્પીડ હશે,રોન્ગ સાઈડમાં વાહન ચલાવતા પકડાશો,નિયમ વિરુદ્ધ વાહન પાર્ક કરેલું હશે, આ તમામ નિયમોના ભંગ બદલ ઈ-મેમો આપવામાં આવશે.
આ પણ વાંચો : ચીકુ ફેસ્ટિવલ : ચીકુમાંથી બનાવેલી 40થી વધુ વાનગીઓ, તમે પણ જાણીલો અવનવી વેરાયટી