ગુજરાતટોપ ન્યૂઝ

તલાટીની જેમ ગૌણ સેવાની આ 5 પરીક્ષામાં ઉમેદવારોએ આપવી પડશે સંમતિ, જોઈ લો લીસ્ટ

Text To Speech

ગૌણ સેવા પસંદગી મંડળે આગામી યોજાનારી 5 પરીક્ષાઓ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં યોજાનારી આગામી પાંચ સરકારી ભરતીની પરીક્ષાઓ માટે સંમતિપત્ર ફરજિયાત કરવામાં આવ્યા છે.

પાંચ સરકારી ભરતીની પરીક્ષાઓ માટે સંમતિપત્ર ફરજિયાત

સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળે આગામી યોજાનારી પાંચ પરીક્ષાઓ અંગે મહત્વનો નિર્ણય લીધો છે. અગાઉ તલાટીની પરીક્ષાની જેમ રાજ્યમાં યોજાનારી આગામી પાંચ સરકારી ભરતીની પરીક્ષાઓ માટે સંમતિપત્ર ફરજિયાત કરાયા છે. આ તમામ પરીક્ષાઓ માટે 17થી 27 જુલાઇ સુધીમાં પરીક્ષાર્થીઓએ સંમતિપત્ર ઓનલાઇન ભરવાના રહેશે.

સંમતિપત્ર-humdekhengenews

ગૌણ સેવાની પરીક્ષા 20 ઓગસ્ટે યોજાશે

આ સંમતિપત્ર બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન ભરી શકાશે. મહત્વનું છે કે, ગૌણ સેવાની જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ, મદદનીશ ગ્રંથપાલ અને વર્ક આસિસ્ટન્ટની પરીક્ષા 20 ઓગસ્ટે યોજાનાર છે. તેવામાં પરીક્ષાર્થીઓના ભરાયેલા ફોર્મ અને પરીક્ષા આપનાર ઉમેદવારો વચ્ચેના તફાવતને ઓળખી પરીક્ષા વ્યવસ્થાના સંચાલન માટે સંમતિ પત્ર ફરજિયાત કરવામાં આવ્યા છે.

 આ પણ વાંચો : રાજકોટમાં તાવ, શરદી, ઉધરસના કેસમાં જોરદાર ઉછાળો, તંત્રમાં દોડધામ

Back to top button