ટોપ ન્યૂઝબિઝનેસ

અદાણી મામલામાં સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય : SEBIને બે મહિનામાં તપાસ રિપોર્ટ સોંપવા કરાયો આદેશ

Text To Speech

અદાણી-હિંડનબર્ગ કેસને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અદાણી હિંડનબર્ગ કેસમાં તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક્સપર્ટ કમિટીની રચનાના આદેશ આપ્યા છે. તેમાં SEBI ને 2 મહિનામાં તપાસ રિપોર્ટ સોંપવાનો આદેશ કરવામં આવ્યા છે.

SEBIને બે મહિનામાં તપાસ રિપોર્ટ સોંપવા આદેશ

અદાણી હિંડનબર્ગ કેસમાં તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક્સપર્ટ કમિટીની રચનાના આદેશ આપ્યા છે. આ કમિટીમાં રિટાયર જસ્ટિસ એએમ સપ્રે કરશે. તેમજ સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યા છે. કે SEBI આ કેસમાં તપાસ ચાલુ રાખશે અને 2 મહિનાની અંદર રિપોર્ટ સોંપશે.

અદાણી કેસ-humdekhengenews

સુપ્રીમ કોર્ટે 6 સભ્યોની એક્સપર્ટ કમિટી બનાવી

સુપ્રીમ કોર્ટે પોતાના આદેશ આપચા કહ્યું છે કે SEBI 2 મહિનામાં પોતાનો રિપોર્ટ રજૂ કરે. સુપ્રીમ કોર્ટે હિંડનબર્ગ કેસમાં તપાસ માટે 6 સભ્યોની એક્સપર્ટ કમિટી બનાવી છે. જેમાં રિટાયર જસ્ટિસ એએમ સપ્રે કેલ, ઓપી ભટ્ટ, જસ્ટિસ કે પી દેવદત્ત, કેવી કામત, એન નીલકેણી, સોમેશેખર સુંદરેશનને તેમાં સભ્યો બનાવવામાં આવ્યા છે.

હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર રિપોર્ટ કર્યો હતો જાહેર

અમેરિકન ફર્મ હિંડનબર્ગે થોડા સમય પહેલા અદાણી ગ્રુપ પર એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં અદાણી ગ્રુપ પર માર્કેટમા હેરફેર અને એકાઉન્ટ ફ્રોડનો આરોપ લગાવ્યો હતો. આ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપને મોટુ નુકશાન થવા લાગ્યુ હતુ તેમજ અદાણીના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જોકે, અદાણી જૂથે આ તમામ આરોપોને પાયાવિહોણા અને ભ્રામક ગણાવ્યા હતા.

આ પણ વાંચો : કાર્તિક આર્યનએ ભૂલ ભુલૈયા 3 ની કરી જાહેરાત, જાણો ક્યારે થશે રિલીઝ

Back to top button