એજ્યુકેશનગુજરાત

શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં હવે આ લોકો હાજર નહી રહી શકે

Text To Speech

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી માર્ચ-2023માં ધોરણ.10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં યોજાવા જઈ રહી છે ત્યારે આ વખતે બોર્ડની પરિક્ષામાં સંચાલક-ટ્રસ્ટીને પરીક્ષા કેન્દ્રમાં હાજર ન રહેવા આદેશ આપવામાં આવ્યો છે.

પરિક્ષા દરમિયાન સંચાલકોને સ્કુલમાં હાજર ન રહેવા આદેશ

આગામી માર્ચમાં ધો.10-12ની બોર્ડની પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરિક્ષા દરમિયાન બોર્ડે કેન્દ્રો પર સંચાલકોને હાજર ન રહેવા આદેશ આપ્યો છે. શિક્ષણ બોર્ડે માર્ચમાં યોજાનારી બોર્ડ પરીક્ષાને લઈ આ અંગે પરિપત્ર જાહેર કર્યો છે. સંચાલકોને પરિપત્ર આપી પરિક્ષા દરમિયાન સંચાલકો પોતાની જ સ્કુલોમાં હાજર નહી રહી શકે તેવું જણાવવામાં આવ્યું છે. જેના કારણે સંચાલકોને મોટા ઝટકો લાગ્યો છે.

બોર્ડની પરિક્ષા-humdekhengenews

શા માટે લેવાયો આ નિર્ણય

શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચમાં ધો.10-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં બોર્ડની પરિક્ષા સમયે સંચાલકોને પરિક્ષા કેન્દ્રથી દુર રહેવાનો આદેશ આપવામા આવ્યો છે. શાળાઓમાં પરીક્ષામાં ગેરરિતી અટકાવવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી શાળાઓમાં સંચાલકો કેટલાક છાત્રોને મદદ કરતા હોવાના આક્ષેપો કરવામાં આવતા હતા અને શાળાઓમાં પરિક્ષા સમયે સંચાલકો ગેરરીતી કરી છાત્રોને મદદ કરતા હોવાની ફરિયાદો બોર્ડમાં કરવામાં આવી હતી જેથી બોર્ડની પરીક્ષા પારદર્શક રીતે લેવાય એ માટે આ નિર્ણય લેવાયો છે.

પરિક્ષા સમયે સંચાલક હાજર હશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે

બોર્ડ દ્વારા આ અંગે કરાયેલા પરિપત્રમાં સ્પષ્ટતા કરવામા આવી છે કે, બોર્ડની પરીક્ષા દરમિયાન સંચાલક-ટ્રસ્ટીને કોઈ કામગીરી સોંપાતી નથી જેથી તેમને કેન્દ્રમાં હાજર રહેવાની કોઈ જરૂર નથી. આ અંગે તમામ ડીઈઓ દ્વારા સ્કૂલોમાં સુચના મોકલવામાં આવી છે. બોર્ડના અધિકારીઓ પરીક્ષા સમયે ચેકિંગમાં હોય છે. આ સમયે કોઈ સંચાલક હાજર હશે તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

આ પણ વાંચો : ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ, જાણો શું છે કારણ

Back to top button