ગુજરાતટ્રેન્ડિંગવિશેષ

કોંગ્રેસનો મહત્વપૂર્ણ નિર્ણય: રાજીવ ભવનની કાયાપલટ સહિત રાજ્યભરમાં બનશે કોંગ્રેસના નવા કાર્યાલાય

ગુજરાત કોંગ્રેસના નેતાઓની દિલ્હીમાં બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવાની સાથે-સાથે એક વધુ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શક્તિસિંહ ગોહિલ પ્રમુખ બનતા જ કોંગ્રેસ હાઇકમાન્ડે મહત્વનો નિર્ણય લીધો છે.ગુજરાતભરમાં અતિ આધુનિક રાજીવ ગાંધી ભવન બનાવવામાં આવશે. તે ઉપરાંત રાજ્યના તમામ જિલ્લા તાલુકામાં કોંગ્રેસ કાર્યાલય બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કમલમ'ની જેમ હવે ગુજરાતભરમાં બનશે રાજીવ ગાંધી ભવન, દરેક જિલ્લા-તાલુકામાં હશે  કાર્યાલય, હાઇકમાન્ડનો નિર્ણય | An important decision by the Congress High  Command to ...

 

આ પણ વાંચો : ભારતને અમેરિકા પાસેથી એવી ટેક્નોલોજી મળશે કે ચીનની આંખો થશે પહોળી

આ બેઠક પવન બંસલ અને કેસી વેણુગોપાલની અધ્યક્ષતામાં યોજાઈ હતી.બેઠકમાં ઓલ ઇન્ડિયા પ્રોપર્ટી ડિપાર્ટમેન્ટના સેક્રેટરી લાલભાઈ પટેલને પણ ગુજરાતના કાર્યાલયોની પ્રોપર્ટીની માહિતી સાથે દિલ્હી બોલાવાયા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના અનેક સિનિયર નેતાઓ ભાજપમાં જોડાઈ ગયાં છે. કોંગ્રેસના તાકાતવર નેતાઓ ભાજપમાં જોડાઈ જવાથી આ વખતે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.

શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડીયા, ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, અમિત ચાવડા, પરેશ ધાનાણી, હિંમતસિંહ પટેલ, સુખરામ રાઠવા , મધુસુદન મિસ્ત્રીદિપક બાબરીયા, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, ગૌરવ પંડ્યા, નિલેશ પટેલ, તુષાર ચૌધરી, શૈલેષ પરમાર અને નિશ્ચિત વ્યાસ બેઠકમાં હાજર રહ્યા હતા.

આ દરમિયાન ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન અંગે થોડા દિવસ પહેલા મોટો ખુલાસો થયો હતો. જે મુજબ ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ ટિકિટનો વેપલો કર્યો હતો. કોંગ્રેસ હાઈકમાન્ડે મંજૂર કરેલા ઉમેદવારોનો ગુજરાતના નેતાઓએ સોદો કર્યો હોવાનો સનસનીખેજ ખુલાસો ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના રિપોર્ટમાં થયો હતો.

ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ 35 બેઠકો વેચી ખાધી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિધાનસભા 2022ની ચૂંટણીમાં 35 બેઠકો નેતાઓએ ઉમેદવારોને વેચી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 35 ઉમેદવારો પાસેથી રૂપિયા લઇને ટિકિટો આપી હોવાનો સત્ય શોધક કમિટીએ રિપોર્ટ આપ્યો હતો.

ગુજરાતમાં કોંગ્રેસ હારી તે એક કાવતરું હોવાનો પણ ફેકટ ફાઈન્ડિંગ કમિટીના રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં કોંગ્રેસને ખતમ કરવા માટેનું એક કાવતરું હોવાનું ફેકટ ફાઈન્ડિંગ કમિટીએ પોતાના રિપોર્ટ જણાવ્યું હતું.

ઉમેદવારોને આર્થિક વ્યવહાર કરીને ટિકિટ આપવામાં આવી હોવાનો ફેકટ ફાઈન્ડિંગ કમિટીનો રિપોર્ટ સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. આ ઉપરાંત રિપોર્ટમાં ઉમેદવારોની પસંદગીમાં વ્હાલા દવલાની નીતિ રાખવામાં આવી હોવાનું, ટિકિટ વહેંચણીમાં સામાજિક સમીકરણ અને ભૌગોલિક સમીકરણનો અભાવ હોવાનું જણાવાયું હતું.

આ પણ વાંચો : રાજકોટમાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ, 70 લાખનું ફર્નિચર બળીને ખાખ

Back to top button