અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ કોર્પોરેશનની ૩૧ જગ્યાઓ પર વકફ બોર્ડનો ગેરકાયદે દાવો

Text To Speech

અમદાવાદ, 29 ઓકટોબર, અમદાવાદમાં વકફ બોર્ડ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની 31 જમીનો પર કબજો કરવામાં આવ્યો હોવાના ચોંકવનારા અહેવાલ સામે આવ્યા છે. લીગલ કમિટીમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરાયો હોવાનો મોટો ધડાકો થયો છે. હવે લીગલ કમિટીનાં ચેરમેન પોતે વકફ બોર્ડની જમીનો અંગે પરામર્શ કરશે. બીજી તરફ નકલી જજ મોરિસ કિશ્ચિયન અને વકફનાં જમીન વિવાદ બાદ અમદાવાદ લીગલ કમિટીએ મહત્ત્વપૂર્ણ નિર્ણય પણ કર્યો છે.

વકફ બોર્ડ દ્વારા AMC ની 31 જમીનો પર કબજો કરાયાનો ઘટસ્ફોટ
અમદાવાદમાં AMC ની લગભગ 31 જેટલી જમીનો પર વકફ બોર્ડ દ્વારા ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હોવાના ચોંકાવનારા અહેવાલ સામે આવી છે. આ 31 જગ્યાઓમાં સરખેજ-રોઝા કમિટીની 2 જગ્યાનો પણ સમાવેશ છે. લિગલ કમિટીમાં સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરાયો હોવાનો ધડાકો થયો છે. હવે, લીગલ કમિટીમાં સિનિયર વકીલની નિમણૂક કરી જમીનોનાં કબ્જા મેળવવા તજવીજ શરૂ કરાઈ છે. અમદાવાદ મનપાની તરફેણમાં તમામ ચુકાદા લાવવા લીગલ કમિટી દ્વારા પ્રયાસ કરાશે.

લીગલ કમિટી AMCના ચેરમેન પ્રકાશ ગુર્જરએ આ બાબતે જણાવ્યું કે, ગાંધીનગરના સચિવાલય ખાતે રાજ્યના વકફ બોર્ડની કચેરી આવેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કેટલી જગ્યાઓમાં કેટલા કેસ ચાલી રહ્યા છે તેની માહિતી મેળવવાનો અમે વકઉ બોર્ડમાંથી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં અમને માહિતી મળી કે કુલ 31 જેટલી સરકારી જમીન પર વકફ બોર્ડે ગેરકાયદેસર કબજો કર્યો છે. જેને લઇને અમે વકીલની નિમણૂક કરી છે તેમજ એક કમિટી બનાવી છે. જેમાં એક મેનેજર, એક સિનિયર જેએલએ, બે જૂનિયર જેએલએ એમ આ ચાર લોકોની કમિટી બનાવી છે. જેઓ તરફથી આ બાબતે નિરીક્ષણ કરવામાં આવશે.

આ પણ વાંચો…ગુજરાત: અમરેલીમાં પીએમ મોદીના હસ્તે વિકાસકાર્યોનો શિલાન્યાસ અને લોકાર્પણ

Back to top button