ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાષ્ટ્ર નિર્માણમાં દલિતોનું અગત્યનું યોગદાનઃ સંરક્ષણમંત્રી રાજનાથસિંહ

નવી દિલ્હી, 10 ડિસેમ્બર: કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રાજઘાટ પાસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આજીવન પ્રતિમાનું અનાવરણ કર્યું છે. આ પ્રતિમાનું અનાવરણ દલિત સન્માન સમારોહ દરમિયાન કરાયું હતું. આ અવસરે તેમણે કહ્યું કે, દેશ નહીં પરંતુ વિદેશી ધરતી પર પણ ગાંધીજીની પ્રતિમા સુશોભિત છે પરંતુ તેમની સમાધિ નજીક પ્રતિમા સ્થાપિત કરવી એ ચોક્કસપણે ખૂબ જ પ્રશંસનીય પગલું છે.

સંરક્ષણ પ્રધાને ગાંધીજીની જન્મજયંતિનો ઉલ્લેખ કરી કહ્યું કે, 2 ઑક્ટોબરે કોઈ વ્યક્તિનો જન્મ નથી થયો પરંતુ એક નવા યુગનો પ્રારંભ થયો હતો. તેઓએ અહિંસાનો માર્ગ અપનાવી દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરના લોકોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. તેમના અવસાનના 75 વર્ષ બાદ પણ તેમનું વ્યક્તિત્વ જીવંત છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આજે દલિત સમાજના મિત્રો સમાજના અન્ય વર્ગો સાથે ખભે ખભા મિલાવીને આગળ વધી રહ્યા છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સરકારે જે રીતે મહાત્મા ગાંધી અને ડો. આંબેડકર જેવા મહાપુરુષો પાસેથી પ્રેરણા લઈને દલિતોના ઉત્થાન માટે કામ કર્યું છે તે કોઈનાથી છુપાયેલું નથી.

ભાજપે પોતાના કાર્યકાળ દરમિયાન દલિત સમુદાય માટે કરેલી કામગીરીનો ઉલ્લેખ કરતાં તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ભાજપે દલિતોના સન્માનને યોગ્ય મહત્વ આપ્યું છે. અમારા પ્રથમ કાર્યકાળ દરમિયાન રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ બન્યા, જેઓ અનુસૂચિત જાતિમાંથી આવે છે. જ્યારે અમારા બીજા કાર્યકાળમાં રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપર્દી મૂર્મુએ કાર્યભાર સંભાળ્યું જેઓ અનુસૂચિત જનજાતિના છે.ગામડાનો ખેડૂત હોય કે પછી સૌથી મોટી MNCનો કોર્પોરેટ નેતા, આજે દલિત સમુદાયે ખેતીથી લઈને ખાનગી ક્ષેત્ર સુધી દરેક જગ્યાએ પોતાનું સ્થાન બનાવી રહ્યા છે.

આજે દલિત ઇન્ડિયન ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના 10,000થી વધુ સભ્યો ભારતીય અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. આવા અનેક ઉદાહરણો ગણી શકાય, જે આપણા દેશમાં દલિતોના ઉત્થાનની ગાથા જણાવે છે એમ રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું.

દલિત સમુદાય સાથે રક્ષા મંત્રી જમ્યા

કાર્યક્રમના સમાપન બાદ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ઉપસ્થિત દલિત સમાજના તમામ ભાઈ-બહેનો સાથે જમ્યા પણ હતા.

આ પણ વાંચો: ભાજપ દ્વારા મુખ્યપ્રધાનો પસંદ કરવામાં વિલંબનું આ છે રહસ્ય

Back to top button