એજ્યુકેશનગુજરાત

રાજ્યમાં ધોરણ 1માં પ્રવેશના સંદર્ભમાં મહત્વનો પરિપત્ર, તમે પણ જાણી લો

Text To Speech

રાજ્યમાં નવા શિક્ષણ નીતિ પર કામ કરવાની શરૂઆત થઈ રહી છે. જેના પગલે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં ધોરણ 1માં પ્રવેશના સંદર્ભમાં મહત્વનો પરિપત્ર કરાયો છે. 1 જૂન 2023ના રોજ બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ નહીં થતી હોય તો ધોરણ 1માં પ્રવેશ મળશે નહીં.

આ પણ વાંચો : રાજ્ય પરીક્ષા બોર્ડેની આ પરીક્ષા મોકૂફ રખાઇ

પ્રાથમિક શિક્ષણ નિયામકે પરિપત્ર જાહેર કર્યો છે જેમાં નવી શિક્ષા નીતિ અનુસાર ધોરણ 1માં પ્રવેશ માટે બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ થયેલી હોવી ફરજિયાત છે. ધોરણ-1ના પ્રવેશ સંદર્ભે વાલીઓમાં અસમંજસ હતું કે, પાંચ વર્ષે બાળકને શાળામાં પ્રવેશ મળશે કે નહી જેને લઈ પ્રાથમિક શિક્ષણ નિયામકે પરિપત્ર જાહેર કર્યો છે.

ધો-1 માં પ્રવેશ માટે નિયમ

1 જૂન 2023ના રોજ બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ નહીં થતી હોય તો ધોરણ 1માં પ્રવેશ મળશે નહી. શૈક્ષણિક વર્ષ 2023-24માં ધોરણ 1માં પ્રવેશ માટે 1 જૂનના રોજ બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ થવી જરૂરી છે તેવું પરિપત્રમાં જણાવ્યું છે. નવી શિક્ષણ નીતિ મુજબ 2023-24થી ધોરણ 1માં 6 વર્ષ પૂર્ણ થયા હશે તેને જ પ્રવેશ મળશે. 4 વર્ષ પૂર્ણ થયા હોય તેમને જ જુનિયર કે.જીમાં એડમિશન મળશે. તો સિનિયર કે.જી માટે 5 વર્ષની ઉંમર જરૂરી છે. 20-21, 21-22, 22-23માં 5 વર્ષ પૂર્ણ કર્યા હશે તેમને પ્રવેશ મળશે.

ધો-1 માં પ્રવેશ માટે નિયમ

વધુમાં 6થી 9 વર્ષના બાળકો માટે મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પર ફોકસ રહેશે. વધુમાં ત્રીજા ધોરણ સુધીના બાળકોનો પાયો મજબૂત બને તેના પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાશે. વધુમાં 5મા ધોરણ સુધી બાળકોને ભાષા અને ગણિત સાથે સામાન્ય જ્ઞાન તેના તેમજ ધો 6-8 સુધી મલ્ટી ડિસીપ્લીનરી કોર્સ અને ધોરણ-9 થી 12 સુધીના બાળકો માટે મસ્ટી ડિસીપ્લીનરી કોર્સ હશે. તે જ રીતે ધોરણ 9-12માં પ્રોજેક્ટ એન્ડ લર્નિંગ પર ભાર રહેશે. જેને લઈને બાળક 12માં ધોરણ સુધી પહોંચે ત્યાં તેમનામાં અનેરી સ્કિલ મળે જે રોજગારમાં ઉપયોગી બને.

આ પણ વાંચો : XBB.1.16 વેરિઅન્ટ કોવિડના વધતા કેસ માટે જવાબદાર ?, જાણો-નિષ્ણાતોનો અભિપ્રાય

Back to top button