અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતમીડિયાયુટિલીટીસ્પોર્ટસ

ગુજરાતની મહિલા ખેલાડીઓ માટે રાજ્ય સરકારની અગત્યની જાહેરાતઃ જાણો અહીં

Text To Speech

ગાંધીનગર, 13 માર્ચ, 2025: ગુજરાતની મહિલા ખેલાડીઓ માટે રાજ્ય સરકાર દ્વારા એક અગત્યની જાહેરાત important announcement for women sportspersons in Gujarat કરવામાં આવી છે. મહિલા ખેલાડીઓને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે રોકડ પુરસ્કારની યોજના અંતર્ગત આ જાહેરાત કરવામાં આવી છે.

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા મહિલા ખેલાડીઓના પ્રોત્સાહન માટે વર્ષ ૨૦૨૪-૨૫’ અંતર્ગત ‘મહિલા રોકડ પુરસ્કાર‘ આપવામાં આવશે. આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫માં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય સ્પર્ધાઓ અંડર ૧૪, ૧૭, ૧૯ અને સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી. દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હોય અથવા ભાગ લીધો હોય તે મહિલા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે.

યાદીમાં વધુમાં જણાવાયું છે કે, મહિલા ખેલાડીઓ કોઈ પણ એક જ રમતમાં તેમજ ખેલમાં એક જ સિદ્ધિ માટે “મહિલા રોકડ પુરસ્કાર યોજના” માટે ફોર્મ ભરી શકશે. આ ફોર્મ ભરવા માટે ખેલાડીઓએ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની અહીં જણાવેલી વેબ સાઈટ https://sportsauthority.gujarat.gov.in પર તા. ૧૮ માર્ચ થી તા.૧૭ એપ્રિલ ૨૦૨૫ સુધી જરૂરી પ્રમાણપત્રો જેવા કે મેરીટ સર્ટીફીકેટ, આધાર કાર્ડ, કેન્સલ ચેક વગેરે સાથે રાખીને અરજી કરી શકશે એમ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં સાયબર કૌભાંડમાં આવ્યો નવો વળાંક: તપાસમાં મદદ કરનાર સાયબર એક્સપર્ટ જ પોલીસ સાથે કળા કરી ગયો

આ પણ વાંચોઃ રાન્યા રાવ દાણચોરીનું સોનું એરપોર્ટની બહાર કેવી રીતે કાઢતી? રહસ્ય ખુલ્યું

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button