- ઉજ્જવલા યોજના હેઠળ વર્ષમાં બે સિલિન્ડર મફત આપવામાં આવશે
- ગેસ સિલિન્ડર માટેની રકમ સીધી ખાતામાં જમા થઇ જશે
- CNG-PNG ના વેટમાં પણ રાજ્ય સરકારે 10 ટકાનો ઘટાડો કર્યો
રાજ્ય સરકારે તહેવારો વચ્ચે ગેસ સિલિન્ડર ધારકો માટે સારા સમાચાર છે. હવેથી સરકાર 2 ફ્રી ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી રહી છે. ગુજરાત સરકારે રાજ્યના લોકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણયમાં સરકારે રાજ્યના પરિવારને 2 એલપીજી સિલિન્ડર મફતમાં આપવાની જાહેરાત કરી છે.
ગુજરાત સરકાર 38 લાખ LPG ધારકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જાહેરાત કરતા જણાવ્યું કે, ઉજ્જવલા યોજના અંતર્ગત રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગને વર્ષમાં 2 ગેસ સિલિન્ડર મફત અપાશે. ગેસ સિલિન્ડર માટેની રકમ સીધી ખાતામાં જ જમા થઇ જશે. ગેસ સિલિન્ડર માટે કુલ 650 કરોડની રાહત અપાશે. તેમજ CNG-PNG વેટમાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ચૂંટણી પહેલાં રાજ્યના અતિ સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં લાગુ થયો અશાંત ધારો
આ ઉપરાંત જીતુ વાઘાણીએ જણાવ્યું કે, નેચરલ ગેસ ઉત્પાદન વપરાશ મામલે ગુજરાત અગ્રેસર છે. 80% ગેસ ગુજરાતના બંદરો પરથી આયાત થાય છે. 21.21 લાખ ઘરોમાં પાઈપલાઈનથી ગેસ પહોંચે છે. તેથી CNG અને PNG ના વેટમાં 10% ઘટાડા નો સરકારે નિર્ણય કર્યો છે. રીક્ષા ચાલકો અને સામાન્ય જનતા માટે આ નિર્મય રાહતભર્યો છે. સરકાર 300 કરોડની રાહત અપાશે. PNG માં 10 કિલોના વપરાશે 50-55 રૂપિયાનો સીધો લાભ મળશે. તો 14 લાખ CNG વાહન ચાલકોને સીધો ફાયદો થશે.