આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

ભારત અને મોરેશિયસ વચ્ચે મહત્ત્વના સમજૂતિ કરાર

પોર્ટ લૌઇસ, 13 માર્ચઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં મોરેશિયસની મુલાકાતે છે ત્યારે ગઇકાલે ભારત અને મોરેશિયસ વચ્ચે અગત્યના કરાર કરવામાં આવ્યા હતા. બન્ને દેશોએ 8 સંમતિ પત્રો પર હસ્તાક્ષર કર્યા હતા અને મોરેશિયસના વડાપ્રધાનનવીનચંદ્ર રામગુલામ અને નરેન્દ્ર બન્નેએ સંયુક્ત નિવેદન પણ આપ્યુ હતું.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતુ કે મોરેશિયસ અમારો મહત્ત્વનો ભાગીદાર દેશ છે.દરેક માટે સુરક્ષા અને વિકાસ ‘સાગર’ની ક્લ્પનાનો પાયો 10 વર્ષ પહેલા મોરેશિયસમાં નાખવામાં આવ્યો હતો. ‘ગ્લોબલ સાઉથ’ માટે અમારો દ્રષ્ટિકોણ ‘મહાસાગર’ એટલે કે દરેક ક્ષેત્રોમાં સુરક્ષા અને વિકાસ માટે પારસ્પરિક ઉન્નતિનો માર્ગ ખુલશે. ઉન્નતિ માટે દક્ષતા વિકાસ અને ભાગીદારી ભવિષ્ય માટે નીજી સુરક્ષા પર કેન્દ્રિત છે. ગ્લોબલ સાઉથ શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે આર્થિક રીતેઓછા વિકસિત દેશોને સંદર્ભિત કરવા માટે થાય છે.

નવીનચંદ્ર રામગુલામ અને મોરેશિયસ સરકારનો આભાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘140 કરોડ ભારતીયો વતી હું મોરેશિયસના તમામ નાગરિકોને રાષ્ટ્રીય દિવસની શુભેચ્છા પાઠવું છું. મોરેશિયસના રાષ્ટ્રીય દિવસે ફરી મુલાકાત લેવાની આ તક મળી એ મારા માટે સૌભાગ્યની વાત છે.

તેમણે કહ્યું, ‘ભારત અને મોરેશિયસ વચ્ચેનો સંબંધ માત્ર હિંદ મહાસાગર સાથે જ નહીં, પણ આપણી સહિયારી સાંસ્કૃતિક પરંપરાઓ અને મૂલ્યો સાથે પણ જોડાયેલો છે. આર્થિક અને સામાજિક પ્રકૃતિના માર્ગ પર આપણે એકબીજાના સાથી છીએ. કુદરતી આફત હોય કે કોવિડ આપત્તિ, અમે હંમેશા એકબીજાને ટેકો આપ્યો છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘મોરેશિયસમાં ઝડપ માટે મેટ્રો એક્સપ્રેસ, ન્યાય માટે સુપ્રીમ કોર્ટની ઇમારત, સુખદ રોકાણ માટે સામાજિક આવાસ, સારા સ્વાસ્થ્ય માટે ENT હોસ્પિટલ, વેપાર અને પર્યટનને પ્રોત્સાહન આપવા માટે UPI અને RUPAY કાર્ડ, સસ્તી અને સારી ગુણવત્તાની દવાઓ માટે જન ઔષધિ કેન્દ્ર, આવી ઘણી લોકો કેન્દ્રિત પહેલ છે જેને અમે સમયસર પૂર્ણ કરી છે.’

અદ્વિતીય અને વિશેષ સંબંધોનું પ્રમાણઃ પીએમ રામગુલામ

આ દરમિયાન મોરેશિયસના વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામે કહ્યું, ‘વડાપ્રધાન મોદીએ આપણી આઝાદીની 57મી વર્ષગાંઠના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં તેમની હાજરીથી આપણને સન્માનિત કર્યા છે. તેમની વિશિષ્ટ હાજરી આપણા બંને દેશો વચ્ચેના અનોખા અને વિશેષ સંબંધોનો પુરાવો છે.’

આ પણ વાંચોઃ આજે હોળીઃ કેટલો સમય રહેશે ભદ્રાકાળ, શું રહેશે હોળિકા દહનનું મુહૂર્ત

Back to top button