ટ્રેન્ડિંગધર્મનેશનલ

મંદિરોમાં ઘંટારવનું મહત્ત્વઃ તેના ફાયદા શું છે, તેની પાછળ શું છે કારણ ?

Text To Speech
  • સનાતન ધર્મમાં ઘંટારવનું  વિશેષ મહત્ત્વ રહેલું છે અને શાસ્ત્રોમાં ઘંટ વગાડવાના અનેક ફાયદા જણાવવામાં આવ્યા છે 
  • દેવી-દેવતાઓને યાદ કરી તેમની પૂજા કર્યા બાદ ઘંટ વગાડવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર અને અસુરી શક્તિઓ દૂર થાય છે 

અયોધ્યા, 8 જાન્યુઆરી : લોકો મંદિરો અને ઘરોમાં પૂજા દરમિયાન ઘંટ અથવા ઘંટડી વગાડે છે. મંદિરોમાં વાગતા આ બેલ વિશે ઘંટારવ શબ્દ પ્રચલિત છે. તમે પણ મંદિરોમાં ભગવાનની પૂજા કર્યા પછી ઘંટ અથવા ઘંટડી વગાડતા હશો. પરંતુ મોટા ભાગના લોકોએ જાણતા જ નથી કે મંદિરો અને ઘરોમાં પૂજા દરમિયાન ઘંટ શા માટે વગાડવામાં આવે છે, બહુ ઓછા લોકો ઘંટ વગાડવા પાછળનું કારણ જાણે છે. સનાતન ધર્મમાં ઘંટ અથવા ઘંટડીનું વિશેષ મહત્ત્વ છે. શાસ્ત્રોમાં ઘંટ વગાડવાના અનેક ફાયદા જણાવવામાં આવ્યા છે. મંદિરોમાં ઘંટ વગાડવાથી શું ફાયદા થાય છે ? આવો જાણીએ.

અહેવાલ મુજબ, કાશીના વિદ્વાન અને જ્યોતિષી પંડિત જણાવે છે કે, ઘંટ વગાડતા પહેલા દેવી-દેવતાઓને યાદ કરવામાં આવે છે, ત્યારબાદ તેમની પૂજા કરવામાં આવે છે અને પછી ઘંટ વગાડવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવતાઓના આગમન અને અસુરી શક્તિઓના દૂર કરવા માટે ઘંટ વગાડવામાં આવે છે.

ઘંટ વગાડવાથી દુષ્ટ અસુરી શક્તિઓનો થાય છે નાશ

ઘંટ વગાડવાથી વ્યક્તિને ભગવાનનો સંગ\સાથ મળે છે. આ ઉપરાંત આપણી આસપાસની અનિષ્ટ શક્તિઓનો પણ નાશ થાય છે અને સકારાત્મક ઊર્જાનો પણ સંચાર થાય છે. ઘંટનો અવાજ જેટલો દૂર જાય છે ત્યાં દૈવી શક્તિઓ વાસ કરે છે. ઘંટની જેમ શંખ ફૂંકવાના પણ ફાયદા છે. આ જ કારણ છે કે મંદિરો અને ઘરોમાં પૂજા દરમિયાન અથવા પછી ઘંટનો નાદ વગાડવામાં આવે છે.

ઘંટડી વગાડતી વખતે આ મંત્રનો જાપ કરવો જોઈએ

आग्मार्थं तु देवानां गमनार्थं तु राक्षसम्। घण्टारवं करोम्यादौ देवताह्वान् लञ्चनम् ॥

આ પણ જુઓ :શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ભગવા ઝંડાની ડિમાન્ડ, નેપાળથી પણ ઓર્ડર

Back to top button