ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં સરકારી શાળામાં શિક્ષકો વિના ભણતરને અસર

Text To Speech
  • શિક્ષણ ક્ષેત્રે અંધેર તંત્ર ચાલી રહ્યું છે
  • શિક્ષકો અને આચાર્યની 32,123 જગ્યા ખાલી
  • શાળાઓમાં 3552 આચાર્ય નથી

ગુજરાતમાં સરકારી શાળામાં શિક્ષકો વિના ભણતરને અસર થઇ રહી છે. જેમાં સરકારી શાળાઓ રામ ભરોસે છે. તેમાં શિક્ષકો અને આચાર્યની 32,674 જગ્યા ખાલી પડેલ છે. ફરજિયાત ગુજરાતી ભાષાના બિલ લવાય પણ ભરતીમાં ઠાગાઠૈયા છે. તેથી ગુજરાતમાં સરકારી શાળાઓની દયનીય સ્થિતિ છે.

આ પણ વાંચો: ગુજરાતના આ જિલ્લાના બટાકાની ખેતી કરતા ખેડૂતોને રૂ.5 કરોડનું નુકસાન

શિક્ષકો અને આચાર્યની 32,123 જગ્યા ખાલી

ગુજરાતમાં સરકારી શાળાઓની દયનીય સ્થિતિ છે, શિક્ષણ તંત્ર રામ ભરોસે ચાલી રહ્યું છે, ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની 32,674 જગ્યાઓ ખાલી છે, સરકારી શાળામાં શિક્ષકો અને આચાર્યની 20,678 અને ગ્રાન્ટેડ શાળાઓમાં 11,966 શાળાઓ ખાલી છે. એકલા ગુજરાતી માધ્યમની વાત કરીએ તો ગુજરાતી માધ્યમની સરકારી શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની 32,123 જગ્યા હજુ સુધી ભરી શકાઈ નથી, સરકાર એક તરફ ગુજરાતી ભાષા ફરજિયાત બિલ લઈને આવે છે પણ શિક્ષકોની ભરતીના જરાયે ઠેકાણા નથી.

આ પણ વાંચો: ગુજરાત સરકારને મળતી કેન્દ્રીય ગ્રાન્ટમાં ઘટાડો, આંકડો જાણી રહેશો દંગ 

શિક્ષણ ક્ષેત્રે અંધેર તંત્ર ચાલી રહ્યું છે

સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 3552 આચાર્ય નથી. શિક્ષકોની મોટા પાયે જગ્યા ખાલી છે, આ સ્થિતિમાં બાળકોના અભ્યાસ પર વિપરિત અસર કરે છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યોના સવાલના જવાબમાં રાજ્યના શિક્ષણ વિભાગે આ આંકડા જાહેર કર્યા છે. વિપક્ષ કોંગ્રેસનું કહેવું છે કે, ગુજરાતમાં લાખો યુવાનો-યુવતીઓ સરકારી નોકરી મેળવવા રાત દિવસ લાખો રૂપિયા ટયૂશન ફી ભરીને પરીક્ષાની તૈયારી કરે છે, આવા યુવાન યુવતીઓને સરકારી નોકરી મળે તેવી હજારો જગ્યાઓ ખાલી છે, તેમ છતાં ગુજરાતની ભાજપ સરકાર સમસયર આ ખાલી જગ્યાઓ ભરતી નથી. આમ શિક્ષણ ક્ષેત્રે અંધેર તંત્ર ચાલી રહ્યું છે.

Back to top button