સિલિકોન વેલી બેંકના પતનની અસર ભારતીય શેરબજારમાં, એક જ દિવસમાં 4 લાખ કરોડનું નુકસાન
અમેરિકાની સિલિકોન વેલી બેંકના પતનથી વૈશ્વિક મંદીના સંકેતો જોવા મળ્યાં છે જેમાં ભારતીય શેર બજાર સોમવારે 13 માર્ચે ભારે ઘટાડા સાથે બંધ થયું છે. સેન્સેક્સ 900 અંક સાથે જયારે નિફ્ટી ઘટીને 17,200 અંક થયો હતો. આ સતત ત્રીજો દિવસ છે કે જ્યાં મુખ્ય બંને ઇન્ડેક્સમાં ઘટાડા સાથે શેર બજાર બંધ થયું હોય. મોટા બજારમાં આ ઘટાડો વધારે જોવા મળ્યો. BSE મિડકેપ અને સ્મોલકેપ બંને ઇન્ડેક્સમાં ક્રમશ: 1.82 ટકા અને 1.99 ટકા ઘટાડા સાથે બંધ થયું.
સેન્સેક્સ શેરોમાં IndusInd Bankના શેરો સૌથી વધુ તૂટ્યા હતો. તેમાં 7.46 ટકાનો ઘટાડો થયો છે. આ ઉપરાંત સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, એક્સિસ બેન્ક અને ઈન્ફોસિસના શેરમાં મોટો ઘટાડો નોંધાયો હતો. માત્ર ટેક મહિન્દ્રાનો સ્ટોક જ નફામાં રહ્યું. અમેરિકાની SVB ફાઇનાન્શિયલની નિષ્ફળતા બજાર પર તેની અસર બતાવી રહી છે. આ બેંક મુખ્યત્વે સ્ટાર્ટઅપ્સને ભંડોળ પૂરું પાડે છે. આ બેંકની નિષ્ફળતાની અસર આખી દુનિયામાં જોવા મળી રહી છે.
આ પણ જુઓ : https://youtube.com/shorts/IwBW7taMsPQ?feature=share
બધા જ સેક્ટર લાલ નિશાની સાથે બંધ થયા. બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસીઝ, ઓટો અને ટેલીકોમ્યુનીકેશ સેક્ટરમાં વધારે વેચાણ જોવા મળ્યું. આ બધાજ સેક્ટરમાં ઘટાડા સાથે શેરબજારમાં આજે રોકાણકારોને લગભગ 4 લાખ કરોડ કરોડ રૂપિયા ડૂબ્યા.
વેપારના અંતમાં BSE સેન્સેક્સ 897.28 આંક અથવા 1.52 ટકા ઘટીને 58,237.85 આંક પર બંધ થયો. જયારે NSEનું નિફ્ટી 257.40 આંક અથવા 1.48 ટકા ઘટીને 17,155.50એ બંધ થયું.
આ પણ વાંચો : સિલિકોન વેલી બેંકની બરબાદીથી વૈશ્વિક મંદીના સંકેત, જાણો શેરબજાર પર શું અસર પહોચશે
સિલિકોન વેલી બેંકની અસર સમગ્રમાં જોવા મળી છે. શેરબજારમાં પણ સતત ત્રણ દિવસથી ઘટાડો જોવા મળે છે એવામાં આજે એક જ દિવસમાં રોકાણકરોએ 4 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે જે રોકાણકરો માટે ચિંતાનો વિષય છે. હજી આ બેંકના પતનની અસર કેટલી રહે છે તે આવનાર સમય જ બતાવશે.