

સોનાના ભાવમાં ફરી ઉછાળો આવ્યો છે. જેના કારણે તાજા ભાવ બે મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. MCX પર, 10 ગ્રામ સોનાની કિંમત 0.4% વધીને આજે રૂ. 52,177 પર ટ્રેડ થઈ રહી છે. શુક્રવારે ભાવમાં 3% અથવા 1500 રૂપિયા પ્રતિ દસ ગ્રામનો ઉછાળો આવ્યો હતો. સરકારે અચાનક આયાત ડ્યુટીમાં વધારો કર્યા બાદ આ વેગ જોવા મળ્યો હતો. વેપાર ખાધ ઘટાડવા માટે સરકારે સોના પરની આયાત ડ્યૂટી 7.5 ટકાથી વધારીને 12.5 ટકા કરી છે. જો ચાંદીની વાત કરીએ તો તાજેતરની કિંમતોમાં 0.2% નો ઘટાડો જોવા મળ્યો છે.

શુક્રવારના રોજ બુલિયન માર્કેટમાં શું હતો ભાવ?
શુક્રવારે બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાનો ભાવ 968 રૂપિયા વધીને 51,849 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો હતો. જો કે ત્યારબાદ ચાંદીના ભાવમાં રૂ. 403નો ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારે એક કિલો ચાંદીનો ભાવ 58,400 રૂપિયા પર ખુલ્યો હતો.