બિઝનેસ

વૈશ્વિક મંદીની અસર : હવે Dell પણ આટલાં કર્મચારીઓની છટણી કરવાની તૈયારીમાં

હાલમાં વૈશ્વિક કંપનીઓમાં છટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે Dell કંપની ફરી એકવાર છટણી કરવાના મૂડમાં છે. Dell ટૂંક સમયમાં એકસાથે 6000 કર્મચારીઓને નોકરી ઉપરથી છુટા કરશે. જે કંપનીના ગ્લોબલ વર્કફોર્સના 5 ટકા છે. તમને જણાવી દઈએ કે Dell કંપની દ્વારા આ અગાઉ પણ વર્ષ 2020માં કોરોના મહામારીને લીધે ઘણાબધા કર્મચારીઓને ઘરભેગા કરી દીધા હતા.

માઈક્રોસોફ્ટ સહિત ઘણી વૈશ્વિક કંપનીઓ દ્વારા હાલમાં છટણી કરવાનો દોર ચાલુ છે ત્યારે હવે આ લિસ્ટમાં ટૂંક સમયમાં Dell પણ આવી જશે. એક રીપોર્ટ અનુસાર Dell 6620 કર્મચારીઓને છુટા કરશે, આ છટણી તેના ગ્લોબલ વર્કફોર્સમાં કરવામાં આવશે.

આ પણ વાંચો:Infosys માં છટણી, 600 કર્મચારીઓને FA ટેસ્ટમાં નાપાસ થવા બદલ કાઢી મૂકવામાં આવ્યા

બ્લૂમબર્ગ રીપોર્ટ

આ મુદ્દે બ્લૂમબર્ગે રીપોર્ટ કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે છે કે કંપનીએ પ્રથમ ભરતી કરવાનું સ્થગિત કરી દીધું છે એ સાથે મુસાફરી પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે લાગે છે. કંપનીના ખર્ચના ઘટાડા માટે આટલું પુરતું નથી. આ કારણે જ કંપની હવે છટણી કરવાની યોજના બનાવી રહ્યું છે.

આ પહેલા પણ કર્મચારીઓને ઘરભેગા કરવામાં આવ્યા હતા

વર્ષ 2020 કોરોના મહામારીનર કારણે વિશ્વ માટે ભયાનક રહ્યું હતું. જેની અસર Dell પર પણ પડી હતી અને કંપનીએ ઘણાબધા કર્મચારીઓને ઘરભેગા કરી દીધા હતા. જો કે રીપોર્ટમાં સ્પષ્ટ કરવામાં નથી આવ્યું કે આવનાર છટણીથી કંપનીનો કયો વિભાગ વધારે પ્રભાવિત થશે. રીપોર્ટમાં એક પ્રવક્તા દ્વારા જણાવવામાં આવ્યું છે કે કંપની જોબ ઓછી કરવાને એક તક તરીકે જોવે છે.

આ પણ વાંચો:છટણી…છટણી…છટણીઃ કોરોનાકાળ બાદ ટેક સેક્ટરને કેમ લાગ્યુ ગ્રહણ?

આ છટણી થયા પછી Dell કંપની પાસે 39000 કર્મચારીઓ બાકી રહેશે. માર્ચ 2022ની ફાઈલ પ્રમાણે કંપનીના એક તૃતિયાંશ કર્મચારીઓ અમેરિકામાં રહે છે. Dell કંપનીએ ઇન્ડિયા ટુડે ટેકને આ છટણી વિશે પુષ્ટિ કરી છે પરંતુ છટણીના આંકડાને લઈને કોઈ જાણકારી આપી નથી.

તમને જણાવી દઈએ કે કમ્પ્યુટર જગતમાં Dell એ ખૂબ જ મોટી બ્રાંડ છે જો કે આ બ્રાંડ પણ આર્થિક મંદી સહન કરી રહ્યું છે. માર્કેટ વિશ્લેષક ગાર્ટનર અનુસાર ગ્લોબલ પીસી શિપમેન્ટમાં ઓલઓવર ગત વર્ષની ચાર ત્રિમાસિકમાં 28.5 ટકા ઘટાડો થયો છે.

આ પણ વાંચો:વર્ષની શરુઆતમાં જ આટલા હજાર લોકોએ નોકરીમાંથી ધોયા હાથ : શું આ વર્ષે પણ છટણીનો સિલસિલો યથાવત્ રહેશે ?

HPએ પણ છટણીની જાહેરાત કરી

વૈશ્વિક મંદીની અસર ધીરે ધીરે બધે જ જોવા મળી રહી છે. પીસી બ્રાંડ HPએ નવેમ્બર 2022માં છટણીની જાહેરાત કરી હતી. કંપનીએ જણાવ્યું હતું કે વર્ષ 2025 સુધી ઘણાબધા કર્મચારીઓને ઘરભેગા કરવામાં આવશે. કંપની લગભગ 6 હજાર કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી રહી છે. જે તેના ગ્લોબલ વર્કફોર્સના 12 ટકા હશે. વિશ્વમાં આવનાર વૈશ્વિક મંદીના લક્ષણો દેખાઈ રહ્યા છે. માઈક્રોસોફ્ટ, HP અને હવે Dellના કર્મચારીઓ પર પણ છટણી થવાનો ખતરો છે. કેટલા લોકોની છટણી કરવામાં આવશે તે ટૂંક સમયમાં ખબર પડશે.

Back to top button