ગુજરાતમાં સાઇક્લોનિક સરક્યુલેશનની અસરથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બપોરે ગરમી, સાંજે વરસાદ, રાત્રે ઠંડકથી રોગચાળાની ભીતિ છે. તથા અમદાવાદમાં રાત્રે વરસાદ વરસશે. તથા મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 35 આસપાસ રહેશે.
આ પણ વાંચો: આસારામે મોટેરા આશ્રમમાં દુષ્કર્મના કેસની સજામાં જાણો કેવી માંગણી કરી
રાજકોટમાં સૌથી વધુ 36 ડિગ્રી ગરમી નોંધાઈ
રાજસ્થાન અને કચ્છની ઉપર સર્જાયેલા સાઇક્લોનિક સરક્યુલેશનની અસર તળે રાજ્યમાં હજુ 21મી સુધી દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં, સૌરાષ્ટ્રમાં તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કમોસમી વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે. રાજ્યમાં રાજકોટમાં સૌથી વધુ 36 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. તે સિવાય મોટાભાગના શહેરોમાં ગરમીનો 35 કે તેથી નીચે આવી ગયો છે. બપોરે ગરમી, સાંજે વરસાદ અને રાત્રે ઠંડકના વિષમ વાતાવરણથી રોગચાળાને ફેલાવા મોકળું મેદાન મળી ગયું છે.
આ પણ વાંચો: ખાલિસ્તાની આતંકી કેસમાં નવો ખુલાસો: રાહુલને મદદ કરનારા શખ્સે પોલ ખોલી
રાજકોટ, ગીર સોમનાથ, કચ્છ અને બોટાદમાં વરસાદ
હવામાન ખાતાએ અમદાવાદ માટે આગાહી કરતા કહ્યું છે કે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ, ગાજવીજ સાથે સાંજે કે રાત્રે વરસીદ શકે છે. શહેરનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુતમ તાપમાન 20 ડિગ્રી રહેશે. તેમજ રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધીમાં 2 થી 3 ડિગ્રી મહત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે. ત્યારબાદ બે દિવસ સુધી 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, ગીર સોમનાથ, કચ્છ અને બોટાદમાં વરસી શકે છે.
આ પણ વાંચો: અમદાવાદ: બોર્ડની પરીક્ષા સેન્ટરોમાં લાગેલ 6489 વર્ગખંડોના CCTV ચેક કરાશે
પોરબંદર, જુનાગઢમાં વરસાદ વરસી શકે છે
તા.18ના રોજ સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, આણંદ, દાહોદ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, તાપી, વલસાડ, દમણ, ભાવનગર, અમરેલીમાં વરસાદ વરસી શકે છે. તા.19ના રોજ અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ડાંગ, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલીમાં વરસાદ વરસી શકે છે. તા.20ના રોજ અમદાવાદ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકે છે. તા.21ના રોજ મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢમાં વરસાદ વરસી શકે છે.