વેક્સિનની આડઅસરના લીધે શરીરમાં બ્લડ ક્લોટિંગનું તોળાતુ જોખમ
HD ન્યુઝ ડેસ્ક, 30 એપ્રિલ: દેશ અને દુનિયામાં ઘણી વાતો એવી વાતો સામે આવી છે કે કોવિડની રસી લીધા પછી હાર્ટ એટેક અને બ્રેઈન સ્ટ્રોકનું જોખમ વધી ગયું છે. જોકે હાલમાંં જ એક ચોંકવાનારો માહિતી સામે આવી છે. આ પ્રાપ્ત માહિતી પ્રમાણે, કોવિડ વેક્સિનની આડઅસર થઈ શકે છે. વેક્સિન કંપનીએ કોર્ટમાંં રજુ કરેલી વિગતમાં દાવો કરવામાં આવ્યો છે કે આ મામલે કેટલાક કેસ હોઈ શકે છે પરંતુ કેટલાક લોકોને ગંભીર આડઅસર થઈ શકે છે. Covishield અને Vaxjavaria રસીની આડઅસરના કારણે લોકોમાં હાર્ટ એટેક અને બ્રેઈન સ્ટ્રોકનું જોખમ જોવા મળી શકે છે.
લોહી ગંઠાવાથી શરીરમાં જોવા મળતા ફેરફાર
સામાન્ય રીતે એમ કહેવાય છે કે વહેતું પાણી બંંધ થાય તો ચોખ્ખું હોય છે, પરંતુ જો પાણી વહેતુુંં બંધ થાય કે જામી જાય તો તેમાં અનેક પ્રકારની ગંદકી, જીવજંતુઓથી પાણી દુષિત થઈ જાય છે. તેવી જ રીતે આ નિયમ માણસને પણ લાગુ પડે છે. માટે વ્યક્તિ જેટલી વધુ સક્રિય હોય, તેટલી જ તે તંદુરસ્ત ગણાય આ સાથે તેની રોગપ્રતિકારક શક્તિ પણ સારી કહેવાય પરંતુ જે વ્યક્તિ કલાકો સુધી એક જગ્યાએ બેસી રહે , સુસ્ત હોય, કસરત, જીમ કે કોઈપણ પ્રકારનું વર્કઆઉટ નથી કરતી, તો તે વ્યક્તિને ઘણી બીમારીઓનું જોખમ વધી જાય છે.
આજના ભાગદોડ વાળા જીવનમાં મોટાભાગના લોકો એક જ જગ્યાએ કલાકો સુધી બેસીને કામ કરતા હોય છે અને લાંબી મુસાફરી પણ કરતા હોય છે. આમ આજના બેઠાડુંં જીવનમાં કલાકો સુુધી એક જ જગ્યાએ બેેસી રહેવાથી શરીરમાંં અનેક પ્રકારની બિમારીઓ ઘર કરી જાય છે. જ્યારે તમે લાંબા સમય સુધી એક જગ્યાએ બેસો છો અથવા તો જે લોકો ઘણી મુસાફરી કરે છે તેમને ડીપ વેઈન થ્રોમ્બોસિસ થવાનું જોખમ વધી જાય છે. જેમાં શરીરમાં લોહી ગંઠાવાનુુંં શરુ થઈ જાય છેે.
શું છે થ્રોમ્બોસિસનો રોગ ?
લોહી ગંઠાઈ જવાની બીમારી કોઈપણ વ્યક્તિના શરીરમાં થઈ શકે છે. પ્લેન, ઓટોમોબાઈલ કે બસ, ટ્રેનમાં ઘણા કલાકો બેસી રહેવાથી આ રોગ થઈ શકે છે. જો કે, જ્યારે લોહીની ગંઠાઇનો એક ભાગ તૂટીને ફેફસામાં પહોંચે છે ત્યારે આ રોગ ખતરનાક સ્વરૂપ ધારણ કરે છે. તેને પલ્મોનરી એમબોલિઝમ કહેવામાં આવે છે.
આ કારણોસર થ્રોમ્બોસિસ રોગ થઈ શકે છે
- જો કોઈ વ્યક્તિનું વજન વધારે હોય, તો આ રોગનું જોખમ નોંધપાત્ર રીતે વધે છે.
- 40 વર્ષની ઉંમર પછી, ખાસ કરીને સ્ત્રીઓમાં, આ રોગનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે.
- સર્જરી અથવા ઈજાને કારણે આ રોગનું જોખમ વધી જાય છે.
- એસ્ટ્રોજન યુક્ત ગર્ભનિરોધક લેવાથી પણ આ રોગનું જોખમ વધે છે. H
- જો કોઈ વ્યક્તિનો પારિવારિક ઇતિહાસ હોય, તો આ રોગનું જોખમ નોંધપાત્ર રીતે વધે છે.
- સક્રિય કેન્સર અથવા તાજેતરના કેન્સરની સારવારને કારણે
- આ રોગના લક્ષણો કેવી રીતે ઓળખવા
- એવી વ્યક્તિ જેની રોગપ્રતિકારક શક્તિ નબળી છે
જો કોઈ વ્યક્તિ થ્રોમ્બોસિસ અથવા લોહી ગંઠાઈ જવાની બીમારીથી પીડિત હોય, તો 50 ટકા લોકોમાં આવા કોઈ લક્ષણો જોવા મળતા નથી. જો તમે તેના પ્રાથમિક લક્ષણો પર ધ્યાન આપો, તો આ રોગ પહેલા પગ, હાથ અને ફેફસાને અસર કરે છે. આ રોગના સૌથી સામાન્ય લક્ષણોમાં હાથમાં સોજો, દુખાવો, પલ્મોનરી એમબોલિઝમ વગેરે જોવા મળે છે.
કેવી રીતે બચી શકાય
- જો તમે કલાકો સુધી મુસાફરી કરી રહ્યા હોવ તો વચ્ચે તમારા પગને હલાવતા રહો. જેથી તમારું બ્લડ સર્ક્યુલેશન સારું રહેશે.
- તમારા રુટિનમાંં કસરતને સ્થાન આપો.
- જો તમે કલાકો સુધી એક જગ્યાએ બેઠા હોવ તો થોડો વિરામ લો અને ઉઠો.
- જો તમારી પાસે ડેસ્ક જોબ છે, તો વચ્ચે ઉભા થાઓ અને 15 મિનિટનો ગેપ લો.
લોહીનું જામ થવું આમ તો સ્વાસ્થ્ય માટે આમ તો સારુ કહેવાયયય પણ ઘણી વાર લોહી જામવાનું પ્રમાણ હદથી વધી જાય તો જોખમી સાબિત થાય છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના રિપોર્ટ અનુસાર, શરીરમાં લોહીના ગંઠાવાને કારણે દર વર્ષે ઓછામાં ઓછા 100,000 લોકો મૃત્યુ પામે છે. કેન્સરથી પીડાતા લોકોમાં પણ મૃત્યુ પામવાના મુખ્ય કારણોમાં આ એક કારણ પણ જવાબદાર છે. લોહી ગંઠાઈ જવું શરીરમાં સાયલન્ટ કિલરની જેમ કામ કરે છે. આમ લોહી ગંઠાઈ જવાથી અનેક પ્રકારના રોગો થવાનું જોખમ વધી જાય છે.જેમ કે,
હાર્ટ એટેક
થ્રોમ્બોસિસથી હાર્ટ એટેક, બ્રેઈન સ્ટ્રોક અને પ્લેટલેટ્સ ઘટવાનું જોખમ વધી જાય છે. મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન એટલે કે હ્યદયની નળીઓ જામ થઈ જવી જે એક ખૂબ જ ગંભીર સ્થિતિ છે જેના કારણે હૃદય પુરતા પ્રમાણમાં ઓક્સિજન ન પહોંચવાના કારણે લોહીના ગંઠાવાનું શરૂ થાય છે. આથી હાર્ટ એટેકનો જોખમ વધી જાય છે.
બ્રેઈન સ્ટ્રોક
બ્રેઈન સ્ટ્રોકના કિસ્સામાં પણ એવું જ થાય છે કે લોહી મગજ સુધી યોગ્ય રીતે પહોંચતું નથી આથી મગજમાં ઓક્સિજનની અછતને કારણે બ્રેઈન સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.
આ પણ વાંચો:કોવિડની રસી એસ્ટ્રાજેનેકા જોખમી હોવાનું યુકેની કંપનીની કોર્ટમાં કબૂલાત