ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

IMFએ ભારતના GDPના અનુમાનમાં કર્યો ઘટાડો

Text To Speech

વિશ્વ બેંક બાદ હવે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે પણ ભારતના આર્થિક વિકાસના અનુમાનમાં ઘટાડો કર્યો છે. IMF અનુસાર, 2022-23 નાણાકીય વર્ષમાં ભારતનો GDP 6.8 ટકા રહેવાનો અંદાજ છે, જે IMFના અગાઉના અંદાજ કરતાં 0.6 ટકા ઓછો છે. જુલાઈ 2022માં, IMFએ GDP 7.4 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.

IMF અનુસાર, 2022માં ભારતનો GDP 6.8 ટકા રહી શકે છે, જે જુલાઈના અંદાજ કરતા 0.6 ટકા ઓછો છે. IMF માને છે કે 2022 ના બીજા ક્વાર્ટરમાં એપ્રિલ અને જૂન વચ્ચે વૃદ્ધિમાં ઘટાડો સાથે માંગમાં ઘટાડાની આ અસર છે. આ પહેલા જુલાઈમાં પણ IMFએ GDP અંદાજ 80 બેસિસ પોઈન્ટ ઘટાડીને 7.40 ટકા કર્યો હતો. IMF પહેલા વિશ્વ બેંક, RBI સહિત ઘણી રેટિંગ એજન્સીઓએ ભારતના આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડો કર્યો છે. જોકે RBIનું માનવું છે કે 2022-23માં જીડીપી 7 ટકા થઈ શકે છે.

IMFના ઈકોનોમિક કાઉન્સેલર પિયર-ઓલિવિયર ગૌરીનચાસે કહ્યું કે યુક્રેન પર રશિયાના હુમલાને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા ઘણા પડકારોનો સામનો કરી રહી છે, મોંઘવારીને કારણે લોકોની રોજીંદી જરૂરિયાતો મોંઘી થઈ રહી છે. તેમણે કહ્યું કે 2023માં એક તૃતીયાંશ દેશોનો આર્થિક વિકાસ દર નકારાત્મક રહી શકે છે. જે અમેરિકા, યુરોપિયન યુનિયન અને ચીનમાં વિકાસની ગતિને રોકી શકે છે. તેમણે કહ્યું કે ખરાબ હજુ જોવાનું બાકી છે અને 2023માં મંદી જેવી સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.

Back to top button