આજનું હવામાન: દેશના 14 રાજ્યોમાં પડી શકે છે વરસાદ, ભારે પવન સાથે કરા પડવાની શક્યતા

નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી 2025: દેશના 14 રાજ્યોમાં આગામી ત્રણ દિવસ દરમ્યાન વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે. દિલ્હીમાં આજે વરસાદ પણ થઈ રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર, કેટલાય રાજ્યોમાં ગર્જના સાથે હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ થઈ શકે છે. અમુક વિસ્તારમાં કરા પણ પડી શકે છે. તો વળી ભારે હવાઓ પણ ચાલવાની સંભાવનાઓ છે.
આ રાજ્યોમાં વરસાદ થવાના એંધાણ
હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, આગામી 24 કલાક દરમ્યાન દેશના કેટલાય રાજ્યોમાં હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ થવાની સંભાવના છે. અમુક જગ્યા પર તો ભારે વરસાદ પણ થઈ શકે છે. તેની સાથે જ કેટલીય જગ્યા પર કરા પણ પડી શકે છે. 20,22 અને 23 ફેબ્રુઆરીના રોજ બિહાર અને ગંગાના તટીય પશ્ચિમ બંગાળમાં ભારે હવાઓની સાથે તોફાન, વીજળીની સાથએ મધ્યમ વર્ષાની સંભાવના છે.
અહીં ભારે પવન ફુંકાશે
આ ઉપરાંત ઝારખંડ, ઓડિશા, પંજાબ, હરિયાણા, ચંડીગઢમાં ભારે પવન સાથે વીજળી અને છુટકથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. 20 તારીખથી ઉત્તર પ્રદેશમાં હળવો વરસાદ પણ થઈ શકે છે.
24 ફેબ્રુઆરીથી અહીં શરુ થશે વરસાદ
હવામાન વિભાગે 24 ફેબ્રુઆરીથઈ એક નવો પશ્ચિમી વિક્ષોભ ઉત્તર પશ્ચિમ ભારતને પ્રભાવિત કરવાની સંભાવના છએ. તેના પ્રભાવમાં 24 અને 25 ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીર-લદ્ધાખ-ગિલગિટ બાલ્ટિસ્તાન મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાંમધ્યમ વરસાદ/ બરફવર્ષા થઈ શકે છે. 20 અને 23 ફેબ્રુઆરી સુધી અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદ થવાની આશા છે. અહીં ભારે હવાઓ ફેંકાઈ શકે છે.
કેટલાય રાજ્યોમાં તાપમાન વધ્યું
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાક દરમ્યાન જમ્મુ કાશ્મીર, બિહાર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અમુક જગ્યા પર દિવસના તાપમાનમાં 1-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. હરિયાણા, આસામ અને મેઘાલય, પશ્ચિમ મધ્ય પ્રદેશ, તમિલનાડૂ, પુડુચેરી અને કરાઈકલમાં અલગ અલગ જગ્યા પર પણ તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. તો વળી ઓડિશામાં અમુક જગ્યા પર તે 1-3 ડિગ્રી સુધી નીચે ગયું છે.
બિહાર, ઝારખંડ અને નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં અલગ અલગ સ્થાન પર તાપમાન સામાન્યથી ઉપર રહ્યું છે. જમ્મુ કાશ્મીર, પૂર્વી મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, તેલંગાણા અને આંતરિક કર્ણાટકમાં અલગ અલગ જગ્યા પર તાપમાન 1-4 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે.
આ પણ વાંચો: દિલ્હી: રેખા ગુપ્તા સહિત આ 7 ધારાસભ્ય આજે મિનિસ્ટર તરીકે લઈ શકે છે શપથ, આ રહી સંભવિત મંત્રીઓની યાદી