ટોપ ન્યૂઝનેશનલ

એરશોમાં પ્રદર્શિત HLFT-42 એરક્રાફ્ટના પાછળના ભાગમાંથી ‘ભગવાન હનુમાન’ની તસવીર હટાવી

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એ મંગળવારે બેંગલુરુમાં Aero India 2023 ઇવેન્ટમાં પ્રદર્શિત HLFT-42 એરક્રાફ્ટમાંથી ભગવાન હનુમાનની તસવીર હટાવી દીધી હતી. હજુ એક દિવસ પહેલા HAL દ્વારા હિંદુસ્તાન લીડ ઈન ફાઈટર ટ્રેનરનું મોડલ રજૂ કરવામાં આવ્યું હતું અને તેની પાછળની બાજુએ ભગવાન હનુમાનનું ચિત્ર દેખાડવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે HLFT-42 વિમાન પ્રથમ સ્વદેશી વિમાન HAL મારુતનું અનુગામી છે. મારુત ભગવાન હનુમાનનું બીજું નામ છે. ભગવાન હનુમાન પવનના પુત્ર હતા, તેથી એરશોમાં પ્રદર્શિત વિમાન પર ભગવાન હનુમાનની તસવીર પ્રદર્શિત કરવામાં આવી હતી. ભગવાન હનુમાનની તસવીર સાથે લખવામાં આવ્યું હતું – ‘ધ સ્ટ્રોમ ઈઝ કમિંગ’

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભા ખાતે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના માટે “સંસદીય કાર્યશાળા” યોજાશે

HLFT-42 એ નેક્સ્ટ જનરેશન સુપરસોનિક ટ્રેનર છે જે આધુનિક ફાઇટર એરક્રાફ્ટ ટ્રેનિંગમાં મહત્વની ભૂમિકા ભજવશે. આ એરક્રાફ્ટ હોક-132 સબસોનિક ટ્રેનર અને મિગ-21 જેવા હાલના ટ્રેનર એરક્રાફ્ટ વચ્ચેના અંતરને પૂર્ણ કરશે, જેનો ઉપયોગ સુપરસોનિક ટેક્નોલોજીમાં પાઇલટ્સને તાલીમ આપવા માટે થાય છે. તે ફ્લાય બાય વાયર કંટ્રોલ (FBW) સિસ્ટમ સાથે સક્રિય ઇલેક્ટ્રોનિકલી સ્કેન કરેલ એરે (AESA), ઇલેક્ટ્રોનિક વોરફેર (EW) સ્યુટ, ઇન્ફ્રારેડ સર્ચ અને ટ્રેક (IRST) જેવી અત્યાધુનિક એવિઓનિક્સથી સજ્જ છે.

આ પણ વાંચો : BBC ની દિલ્હી અને મુંબઈ ઓફિસ પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા

મળતી માહિતી અનુસાર, પાંચ દિવસીય એરો ઈન્ડિયા 2023 પ્રદર્શનમાં 98 દેશોની 700 થી વધુ સંરક્ષણ કંપનીઓ અને પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. એરો ઈન્ડિયાની આ આવૃત્તિ દેશને લશ્કરી એરક્રાફ્ટ, હેલિકોપ્ટર, લશ્કરી સાધનો અને નવા યુગના એવિઓનિક્સ ઉત્પાદન માટે ઉભરતા હબ તરીકે દર્શાવે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, એરો ઈન્ડિયામાં લગભગ 250 બિઝનેસ-ટુ-બિઝનેસ કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે, જે અંદાજે રૂ. 75,000 કરોડના રોકાણને અનલૉક કરશે. સોમવારે આયોજિત કાર્યક્રમમાં એર શો દરમિયાન ભારતીય વાયુસેનાના અનેક વિમાનોએ તેમની વાયુ શક્તિનું પ્રદર્શન કર્યું હતું. એરો ઈન્ડિયાનો ઉદ્દેશ્ય સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રોમાં ભારતની વૃદ્ધિ અને ક્ષમતાઓ પ્રદર્શિત કરવાનો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમનું કેન્દ્ર સરકારના ‘મેક ઈન ઈન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ વિઝનને અનુરૂપ સ્વદેશી ઉપકરણો અને ટેક્નોલોજીઓનું પ્રદર્શન અને વિદેશી કંપનીઓ સાથે ભાગીદારી કરવાનો છે.

Back to top button