પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટર સૌરવ ગાંગુલીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાના સંકેત આપ્યા છે. આજે કરેલા એક ટ્વીટમાં સૌરવ ગાંગુલીએ આ જાહેરાત કરી હતી. સૌરવ ગાંગુલીએ ભાવુક પોસ્ટ કરીને લખ્યું હતું કે, અત્યાર સુધીના સફર માટે ચાહકો અને સાથી ખેલાડીઓનો આભાર. જોકે, સેક્રેટરી જય શાહે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખપદેથી સૌરવ ગાંગુલીના રાજીનામાના સમાચારને ફગાવ્યા છે. આ પહેલા એવા સમાચાર હતા કે ક્રિકેટર અધ્યક્ષ પદ છોડી રહ્યા છે. જો કે, BCCI સેક્રેટરી જય શાહે રાજીનામાની અટકળો પર પૂર્ણવિરામ મુકતા સ્પષ્ટ કહ્યું કે ગાંગુલીએ રાજીનામું આપ્યું નથી. થોડા સમય પહેલા, ગાંગુલીએ તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી હતી.કેટલાક સૂત્રોએ જણાવ્યું છે કે ગાંગુલી રાજકીય ક્ષેત્રમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. ગાંગુલીને ભારતના સૌથી સફળ કેપ્ટન પૈકીના એક માનવામાં આવે છે. ગાંગુલીએ કહ્યું- હું નવી ઈનિંગની તૈયારી કરી રહ્યો છું.
ગાંગુલીએ ટ્વિટમાં શું લખ્યું જાણો
ગાંગુલીએ ટ્વિટમાં લખ્યું કે વર્ષ 1992માં મારી ક્રિકેટની જર્ની શરૂ થઈ હતી. વર્ષ 2022માં તેના 30 વર્ષ પૂરા થયા છે. ક્રિકેટે મને ઘણુબધુ આપ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે તેણે મને તમારા સૌનું સમર્થન આપ્યું છે. હું એવી તમામ વ્યક્તિનો આભાર વ્યક્ત કરું છું કે જેણે આ સફરમાં મારો સાથ આપ્યો છે અને જ્યાં આજે હું છું ત્યાં પહોંચવામાં મારી મદદ કરી છે. આજે હું કંઈક નવી શરૂઆત કરવાની યોજના ઘડી રહ્યો છું. મને લાગે છે કે મારી આ શરૂઆતથી ઘણા બધા લોકોને મદદ મળશે. હું મારા જીવનના આ નવા અધ્યાયમાં તમારા સમર્થનની આશા રાખું છું
— Sourav Ganguly (@SGanguly99) June 1, 2022
સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે કહ્યું કે, સૌરવ ગાંગુલીએ બીસીસીઆઈના અધ્યક્ષ પદેથી રાજીનામું નથી. આમ જય શાહે સૌરવ ગાંગુલીના રાજીનામાના સામાચારને ફગાવ્યા હતા.
રાજકારણમાં નવી ઈનિંગ શરૂ કરી શકે છે
અત્રે ઉલ્લેખનીય છે કે કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલમાં સંસ્કૃતિક મંત્રાલય તરફથી આયોજીક એક કાર્યક્રમમાં સામેલ થવા આવેલા ગૃહમંત્રી અમિત શાહે સૌરવ સાથે મુલાકાત કરી હતી. તે સમયે ગૃહમંત્રીએ સૌરવના ઘરે ગયા હતા અને ત્યાં સાથે ડિનર પણ કર્યું હતું. દરમિયાન સુર્વેદુ અધિકારી તથા ભાજપના અન્ય કેટલાક નેતાઓ પણ ડિનરમાં ભાગ લીધો હતો.