ગુજરાત

રાજકોટમાં 10 કરોડની સરકારી જમીન ઉપર ગેરકાયદે બંધાયેલા રેસ્ટોરન્ટ તોડી પડાયા

Text To Speech
રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ ઉપર સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બંધાયેલા 10 રેસ્ટોરન્ટ પર બૂલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને રૂ.10 કરોડની કિંમતી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
દબાણકર્તાઓ સામે કરાશે કાયદાકીય કાર્યવાહી
આ અંગે મળતી માહિતી મુજબ, રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ આજે યુનિવર્સિટી રોડ ઉપર સવાણી કિડની હોસ્પિટલ નજીક સરવે નં. 318ના પ્લોટ નં. 86 અને 87ની સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરાયેલા ખાણી-પીણીના 10 જેટલા રેસ્ટોરન્ટોનું બાંધકામનું તોડી પાડવામાં આવ્યું હતું. જેમાં 7 હજાર ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખાલી કરાવવામાં આવી છે. આ ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન પશ્ચિમ મામલતદાર જાનકી પટેલે જણાવ્યું હતું કે, ખાલી કરાયેલી જમીન પર ફરીવાર દબાણ નહીં થાય તેનું ધ્યાન રાખવામાં આવશે. આમ છતાં પણ જો કોઈ દબાણકર્તા ખાલી કરાયેલી જમીન પર ફરીવાર દબાણ કરવાની કોશિશ કરશે તો તેમના વિરૂદ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ-2020 મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. જેથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો.
Back to top button