ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ: કબૂતરબાજીના માસ્ટરમાઇન્ડ ભરત ઉર્ફે બોબીના પત્તા ખુલ્યા

  • કબૂતરબાજી કરતા 18 જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધી
  • સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા 79 જેટલા શંકાસ્પદ પાસપોર્ટ ઝપ્ત કરાયા
  • આંતરરાષ્ટ્રીય કબૂતરબાજીના સૂત્રધાર બોબીના જામીન ફગાવાયા

કબૂતરબાજીના માસ્ટરમાઇન્ડ ભરત ઉર્ફે બોબી પટેલની ઓફિસમાંથી SMCએ જપ્ત કરેલ 79 પાસપોર્ટમાંથી 4 નકલી મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ભરત ઉર્ફે બોબી પટેલ, અમેરિકામાં છૂપાયેલ ચરણજીતસિંહ સહિત 18 કબૂતરબાજો સામે ફરિયાદ થઈ હતી. જેમાં પકડાયેલા ભરત પટેલ ઉર્ફે બોબી પટેલની ચાર્જશીટ બાદ કરેલી જામીન અરજી ગ્રામ્ય કોર્ટેએ ફગાવી દીધી છે.

આ પણ વાંચો: ઓખાના દરિયામાંથી 200 કરોડના ડ્રગ્સ મામલે થયા ચોંકાવનારા ખુલાસા 

આરોપીને જામીન આપવામાં આવશે તો કાયદાનો ડર રહેશે નહીં

કોર્ટે નોંધ્યુ છે કે, આરોપીએ પોતે ખોટા અને બોગસ દસ્તાવેજો બનાવી પાસપોર્ટના આધારે નાગરિકોને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલી દેવાના કાવત્રામાં ભાગીદાર હોય ત્યારે ટ્રાયલ દરમ્યાન તેની હાજર રહેવાની શકયતા નહીંવત છે. આરોપી પોતે ભારત દેશમાં હોવા છતાં વર્ચ્યુઅલ વિદેશી નંબરનો ઉપયોગ કરીને એકબીજા સાથે સંપર્કમાં રહી ગુનાહિત કાવતરાને અંજામ આપ્યો છે. આરોપીને જામીન આપવામાં આવશે તો કાયદાનો ડર રહેશે નહીં. અને ફરી આવા ગુના આચરવાની શકયતા છે.

આ પણ વાંચો: સ્માર્ટફોનથી છેતરપિંડી દ્વારા ગુજરાતીઓએ રૂ. 815 કરોડ ગુમાવ્યા

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા 79 જેટલા શંકાસ્પદ પાસપોર્ટ ઝપ્ત કરાયા

ગુજરાતમાં કબૂતરબાજીના નેટવર્કનો માસ્ટર માઈન્ડ ભરત ઉર્ફે બોબી રામાભાઈ પટેલને સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા 79 જેટલા શંકાસ્પદ પાસપોર્ટ, એક લેપટોપ અને અન્ય ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા. 79 પાસપોર્ટની SMCએ ખરાઇ કરાવતા 4 પાસપોર્ટ ડમી હોવાનું સામે આવ્યુ હતુ. જેમાં બોબીના અમદાવાદમાં 4,મહેસાણા – ગાંધીનગરમાં 4, મુંબઇમાં 3, દિલ્હીમાં 5, અને અમેરિકામાં 1 એમ મળીને 17 આરોપીઓના સાથે મળીને સમગ્ર કૌભાંડ આચરતો હતો.

આ પણ વાંચો: બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આ બાબતે ગુજરાત કરતાં મહારાષ્ટ્ર આગળ 

કબૂતરબાજી કરતા 18 જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધી

ત્યારબાદ SMCએ સોલા પોલીસ સ્ટેશનમાં ભરત ઉર્ફે બોબી પટેલ, અમેરિકામાં રહેતા ચરણજીતસિંહ સહિત કબૂતરબાજી કરતા 18 જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધી હતી.દરમ્યાનમાં ભરત પટેલએ ચાર્જશીટ બાદ જામીન અરજી કરી હતી.જેમાં મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ કોર્ટને જણાવ્યુ હતુ કે, આરોપી સામે ગંભીર આક્ષેપ છે. તપાસનીશ અધિકારીએ આરોપી સામે પુરાવા એકત્ર કરીને ચાર્જશીટ દાકલ કર્યુ છે. આરોપીને જામીન આપવામાં આવશે તો કબૂતબાજીમાં સામેલ રીઢા, આંતર અને આંતર રાષ્ટ્રીય આરોપીઓ નાસી ભાગી જાય તેમ છે. જેથી આરોપીની જામીન અરજી ફગાવી જોઈએ. ત્યારબાદ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે.

Back to top button