ગુજરાતના આ વિસ્તારમાંથી થયો ગેરકાયદેસર હુક્કાબારનો પર્દાફાશ
- અગાઉ પણ આ જ હુક્કાબાર પર પોલીસે દરોડો પાડયો હતો
- વિવિધ ફ્લેવરની તમાકુના આઠ નંગ ડબ્બા, 22 ચિલમ, 29 હુક્કા જપ્ત કર્યો
- 18 જેટલા છોકરા છોકરીઓ હુક્કાની મોજ માણી રહ્યા હતા
ગુજરાતના ગાંધીનગર ખાતેના સરગાસણમાં ગેરકાયદેસર હુક્કાબારનો પર્દાફાશ થયો છે. તેમાં સરગાસણમાં ચાલતા ‘ધ હાઇપ કાફે’ હુક્કાબાર પર દરોડો પાડ્યો છે. જેમાં 4 કર્મી ઝડપાયા છે. તેમજ અલગ અલગ ફ્લેવરના આઠ નંગ તમાકુના ડબ્બા, 29 હુક્કા જપ્ત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં બિપોરજોય જેવું ખતરનાક વાવાઝોડુ તેજ આવવાની શક્યતા, જાણો ક્યારે થશે અસર
અગાઉ પણ આ જ હુક્કાબાર પર પોલીસે દરોડો પાડયો હતો
અગાઉ પણ આ જ હુક્કાબાર પર પોલીસે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન ચાર શખસોની ધરપકડ કરવામાં આવી હતી. સરગાસણમાં ચાલતા એક હુક્કાબાર પર પોલીસે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન ચાર શખસોની ધરપકડ કરવામાં આવી હતી. અહિથી અલગ અલગ ફ્લેવરના તમાકુના ડબ્બા તથા હુક્કા મળી કુલ 55 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. સરગાસણ કામેશ્વર ઇન્ટરનેશનલ સ્કૂલની પાસે આવેલ ધ હાઇપ કાફે એન્ડ રીસ્ટ્રોમાં કાફેની આડમાં હુક્કાબાર ચાલતુ હોવાની બાતમી એસઓજીને મળી હતી. પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.એ. મોડ સહિતના સ્ટાફે અહિ દરોડો પાડયો હતો.
આ પણ વાંચો: વલસાડના પારડી હાઇવે પર લક્ઝરી બસમાં આગ લાગી, મુસાફરોના જીવ પડિકે બંધાયા
18 જેટલા છોકરા છોકરીઓ હુક્કાની મોજ માણી રહ્યા હતા
દરોડા દરમિયાન કાફેમાં હુક્કાબાર ચાલતુ હોવાનું જણાયુ હતું. અહિ ગાર્ડનના ભાગમાં રાખેલા ટેબલો પર 18 જેટલા છોકરા છોકરીઓ હુક્કાની મોજ માણી રહ્યા હતા. પોલીસે હુક્કાબારમાંથી ચાર કર્મચારીઓની ધરપકડ કરી છે. જેમાં મેનેજર રોહિત માંગી મહાવર (રહે. સાબરમતી, મુળ રહે. રાજસ્થાન), સુનિલ વિનોદ સારકે (રહે. થલતેજ, મુળ રહે. નેપાળ), શંકર ટેકબહાદુર સારકે (રહે. હાઇપ કાફેની ઓરડીમાં, મુળ રહે. નેપાળ) તથા જયેશ બાબુ ડામોર (રહે. હાઇપ કાફેની ઓરડીમાં, મુળ રહે. રાજસ્થાન)નો સમાવેશ થાય છે.
વિવિધ ફ્લેવરની તમાકુના આઠ નંગ ડબ્બા, 22 ચિલમ, 29 હુક્કા મળી કુલ 55700નો મુદ્દામાલ જપ્ત કર્યો
પોલીસની પ્રાથમિક તપાસમાં ઉપરોક્ત શખસો હુક્કાબારમાં મેનેજર, કેશિયર, તથા વેઇટર તરીકે નોકરી કરે છે. જ્યારે હુક્કાબારનો સંચાલકનું નામ યુવરાજસિંહ ઝાલા હોવાનું ખુલ્યુ હતું જે રેડ પુર્વે હુક્કાબાર ખાતે આવીને વકરો લઇને જતો રહ્યો હતો. પોલીસે તેની સામે પણ ગુનો દાખલ કર્યો છે. હુક્કાબારમાંથી પોલીસને વિવિધ ફ્લેવરની તમાકુના આઠ નંગ ડબ્બા, 22 ચિલમ, 29 હુક્કા મળી કુલ 55700નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે દરોડો પાડયો ત્યારે હુક્કાબારમાં અલગ અલગ ત્રણ ટેબલ પર 18 યુવક યુવતીઓનું જુથ હુક્કાની મોજ માણી રહ્યુ હતું. પોલીસે તેમની સામે કોઇ ગુનો દાખલ કર્યો નથી. આ હુક્કાબાર વગર લાયસન્સે ધમધમતુ હતું.