અમદાવાદમાં ગેરકાયદે ચાલતું કોલસેન્ટર પકડાયું, અમેરિકન નાગરિકોને ઠગતા બે ઝડપાયા
અમદાવાદ, 24 નવેમ્બરઃ (Ahmedabad) શહેરમાં વિદેશી નાગરિકોને છેતરતાં કોલ સેન્ટરો ફરીવાર ધમધમતાં થયાં છે. પોલીસે કાર્યવાહી કરતાં થોડા સમય માટે બંધ થયેલા કોલ સેન્ટરો ફરીવાર શરૂ થતાં પોલીસ સક્રિય થઈ ગઈ છે. (Illegal call center )શહેરના બોડકદેવ વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદે કોલ સેન્ટરને પીસીબી દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. (PCB Raid)પીસીબીએ બે આરોપીની ધરપકડ કરીને 3.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. (cheating American citizens)તે ઉપરાંત બે આરોપીઓ ફરાર હોવાથી તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.
3.90 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ
પ્રાપ્ત વિગતો પ્રમાણે પીસીબીને ખાનગી બાતમી મળી હતી. આ બાતમી પ્રમાણે પીસીબીની ટીમે હેબતપુર સોલા રોડ થલતેજ ખાતે આવેલા કલે વોલ્સ બિલ્ડીંગના ચોથા માળે આવેલી નંબર 406 આદિ ઈન્ફો. સર્વીસ નામની ઓફિસ ખાતે પંચો સાથે રેઈડ કરી હતી. જ્યાંથી પ્રશાંત શર્મા તથા ઉજવલ શાહ દ્વારા પોતાના અંગત ફાયદા માટે ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા કમ્પૂટર સિસ્ટમ તેમજ અન્ય મુદામાલ મળી કુલ્લે રુપિયા 3.90 લાખ ના મુદામાલ સાથે પકડી લઈ ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ રેડ દરમિયાન પીસીબીએ આદેશસિંગ તોમર તથા એતેશ્યામખાન ફરાર હોવાથી તેમને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.
મેડિકલ કોમ્પેન્સેશન આપવાની વાત કરી ઠગતા હતા
આરોપીઓએ પોતાના અંગત ફાયદા માટે અમેરિકાના નાગરિકોને કોલ કરી તેમને વિશ્વાસમાં લઈને સરળતાથી મેડિકલ કોમ્પનસેશન આપવા લલચાવી તેમનો વિશ્વાસ કેળવીને પુનાની કંપની સાથે કાવતરુ રચી 50 હજાર ડૉલર સુધીની સહાય CLASS ACTION LOW SUIT DEPARTMENT માંથી આપવામાં આવશે તેવી લોભામણી જાહેરાતો આપી નાગરિકો પાસેથી મેડિકલ કોમ્પનસેશન માટે 50 હજાર ડૉલરના ૧૦% થી ૨૦% રકમ પ્રોસેસિંગ ફી તરીકે ડૉલરમાં મેળવી છેતરપિંડી આચરતા હતા.
આ પણ વાંચોઃ બુલેટ ટ્રેનનું કામ કેટલે પહોંચ્યું? રેલવે મંત્રીએ વીડિયો શેર કરીને જણાવ્યું