કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

બાટવાનો ખારો ડેમ ઓવરફ્લો થતાં માંગરોળ-માણવદરના ગામોમાં ભરાયા ગળાડૂબ પાણી

Text To Speech

જૂનાગઢ: રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર શરૂઆત કરી છે. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં બે દિવસથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જૂનાગઢના માંગરોળ અને માણાવદર તાલુકાનાં ગામોમાં પાણી ભરાયેલાં છે, જેથી લોકોને ખૂબ હાલાકી પડી રહી છે.

સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદના કારણે બાટવાનો ખારો ડેમ ઓવરફ્લો થતાં એનું પાણી માંગરોળનાં ગામડાંમાં ઘૂસી ગયાં હતાં, જેથી ત્યાં તારાજી સર્જાઈ છે. બીજી તરફ ઓજત નદીના પાણી પણ ગામડાંમાં ઘૂસ્યાં હતાં, જેથી લોકોને રહેવું પણ હાલ મુશ્કેલ પડી રહ્યું છે.

માણાવદરના મટિયાણા ગામ કે જે ઘેડ પંથકનું ગામ છે, જે ગામમાં ઓજત નદીના પાણી ફરી વળ્યા હતા. જેથી ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. મટિયાણા, આંબલીયા, પાદરડી, સહિતના સાત ગામોમાં અસર જોવા મળી રહી છે.

દર ચોમાસે આ વિસ્તારના ગામોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને લોકો હેરાન થાય છે. ગામમાં હાલ ગળાડૂબ પાણી ભરેલા છે. ગામના રસ્તામાં જ નહીં પણ લોકોના ઘરોમાં પણ નદીઓ વહેતી હોય તેમ પાણી જોવા મળી રહ્યું છે.

મટીયાણા સમ્રગ ગામ બેટમાં ફેરવાયું છે. ખેતરોમાં, રસ્તામાં ઘરોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ઘેડ પંથક જળમગ્ન થયું છે. ખાસ કરીને મટીયાણામાં પાંચ ફૂટ જેટલા પાણી ભરાયા છે.

જેથી જનજીવન પર વ્યાપક અસર થઈ રહી છે. લોકોના જીવ અધ્ધર થયા છે. પોરબંદર, જૂનાગઢના રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં છે. સરાડીયા પાસે પાણી ભરાતા વાહન વ્યવહારને ખાસી અસર થઈ છે.

આ પણ વાંચો-બાપ ઐયાશી બેટા નવાબી: 9 લોકોને ભરખી જનાર તથ્ય પટેલના પિતા પર નોંધાયેલા છે આઠ કેસ

Back to top button