સીમા હૈદર પહેલા ઇકરા પણ આવી હતી ભારત, જાણો તેની લવ સ્ટોરીનું શું થયું?

- પાકિસ્તાનથી પ્રેમીને પામવા ભારત આવેલી સીમા હૈદર જોડે રહેવા માટે અનેક વિકલ્પો ખુલ્લા છે, જેમાં તે વધુ સમય ભારતમાં રહેવા માટે લાંબા ગાળાના વિઝા માટે અરજી કરી શકે છે.
સીમા હૈદરની લવ સ્ટોરી અત્યારે ભારતમાં ખૂબ જ ચર્ચામાં છે, તેનું કારણ એ છે કે ચાર બાળકોની માતા તેના પ્રેમી માટે નેપાળ થઈને દુબઈ થઈને ભારત આવી પહોંચ્ચી છે.
સુરક્ષા એજન્સીઓની સતત નજર:
સરહદે ભારત આવવાના કારણે અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે અને સુરક્ષા એજન્સીઓની નજર પણ સતત સરહદ પર ટકેલી છે. પરંતુ પ્રેમના નામે દુશ્મન દેશ પાકિસ્તાનથી ભારત આવવાનો કોઈ પહેલો કિસ્સો નથી. આના થોડા દિવસો પહેલા ઇકરા પણ ભારત આવી ચુકી છે. ઇકરાની લવ સ્ટોરી સીમાની જેમ ખુશ ન હતી. તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
ઇકરાની લવ સ્ટોરીનું શું થયું?
ઇકરાની પ્રેમ કહાનીનો સુખદ અંત ન હતો, ઇકરા હસન એક 19 વર્ષની છોકરી હતી જે લુડો રમતી વખતે ભારતમાં રહેતા મુલાયમ સિંહ યાદવના પ્રેમમાં પડી હતી. ઈકરા પણ નેપાળ થઈને ભારત પહોંચી હતી પરંતુ તે પહેલા તેણે મુલાયમ સાથે કાઠમંડુના મંદિરમાં લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ બંને બેંગ્લોર આવી ગયા હતા જ્યાં તેઓએ પોતાનું નામ રવા યાદવ રાખ્યું હતું. પરંતુ બાદમાં બેંગ્લોર પોલીસે આ વર્ષે જાન્યુઆરીમાં ઇકરા અને મુલાયમની ધરપકડ કરી હતી. આ પછી ફેબ્રુઆરીમાં જ ઇકરાને વાઘા બોર્ડર પર પાકિસ્તાનને સોંપવામાં આવી હતી. આમ બંને પ્રેમીઓને જુદા કરી દીધા હતા.
ઇકરા-સીમાની વાર્તા પર યુપી પોલીસે શું કહ્યું?
યુપી પોલીસ પાસે ઇકરાની વાર્તા વિશે સંપૂર્ણ માહિતી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ આ મામલે શું કરી રહ્યા છે તો તેમના તરફથી કહેવામાં આવ્યું કે તેઓ ઇકરા કેસથી વાકેફ છે અને સરહદ પર પણ ચાંપતી નજર રાખી રહ્યા છે.
ટોચના પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ વિસ્તારમાં સાદા યુનિફોર્મમાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. સાથે જ તેમણે કહ્યું કે, સરહદનો મામલો કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલય સાથે સંબંધિત છે.
ઇકરાની સાથે જે થયું એવું સીમા સાથે નહી થાય કેમ કે સીમા હવે ભારતમાં લાંબા ગાળાના વિઝા માટે અરજી કરી શકે છે અને સચિન સાથે રહી શકે છે. એટલું જ નહીં, જો તે સચિન સાથે લગ્ન કરે છે, તો થોડા સમય પછી તેને કાયદેસર રીતે ભારતની બહાર જવાનો અધિકાર મળી જશે.
આ પણ વાંચો: સરહદ પાર કરી આવેલી સીમા ખુશ, તો બાંગ્લાદેશથી આવેલી યુવતીને મળ્યો દગો