IIT Bombayનો વિશ્વની ટોપ 150 યુનિવર્સિટીઓમાં સમાવેશ
વિશ્વભરની શ્રેષ્ઠ 150 સંસ્થાઓની યાદીમાં IIT Bombayએ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. 177માં રેન્કથી આ સંસ્થા 149માં નંબર પર આવી ગઈ છે અને આ સાથે તે દેશની સર્વશ્રેષ્ઠ સંસ્થા બની ગઈ છે. ભારત માટે ગૌરવની વાત છે કે Quacquarelli Simmonds દ્વારા બહાર પાડવામાં આવેલી વિશ્વભરની શ્રેષ્ઠ સંસ્થાઓની રેન્કિંગ યાદીમાં 45 ભારતીય સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શું કહ્યુ IIT બોમ્બેના ડાયરેક્ટરે?
સંસ્થાની આ સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરતાં, IIT બોમ્બેના ડાયરેક્ટર, સુભાશીષ ચૌધરીએ જણાવ્યું હતું કે, “અમારો પ્રયાસ છે કે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને એવું વાતાવરણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવે જે તેમને સફળતા તરફ લઈ જાય. IIT બોમ્બેને હજુ ઘણી માઈલ ચાલવાનું છે અને અમે ચાલી રહ્યા છીએ. તે જ સમયે, Quacquarelli Simmondsના CEO અને સ્થાપક Nunzio Quacquarelliએ અભિનંદન પાઠવ્યા છે અને કહ્યું છે કે હું ભારતીય યુનિવર્સિટીઓને તેમના સતત સારા પ્રદર્શન માટે અભિનંદન આપવા માંગુ છું. અમે આ વર્ષની રેન્કિંગ પ્રણાલી માટે 2900થી વધુ સંસ્થાઓને રેટિંગ આપ્યું છે, જેમાંથી 45 ભારતીય યુનિવર્સિટીઓ છે. આ છેલ્લા 9 વર્ષમાં 297% નો વધારો થયો છે. આ ભારતીય યુનિવર્સિટીઓમાં થયેલો સતત સુધારો દર્શાવે છે.
2 ભારતીય શૈક્ષણિક સંસ્થાઓનો TOP 200માં સમાવેશ
ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સની સૂચિ મંગળવારે (27 જૂન, 2023) જાહેર કરવામાં આવી હતી. આ મુજબ, એન્જિનિયરિંગ કોલેજ IIT બોમ્બે ભારતની શ્રેષ્ઠ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થા બની છે, જે વિશ્વભરમાં 149મા ક્રમે છે. ગયા વર્ષની યાદીમાં તે 177મા ક્રમે હતી. તે જ સમયે, ટોચની 200 યાદીમાં સ્થાન મેળવનારી બીજી ભારતીય યુનિવર્સિટી IIT-દિલ્હી છે, જેણે 197મો રેન્ક મેળવ્યો છે.
આ ભારતીય સંસ્થાનોની રેન્કિંગમાં થયો ઘટાડો
બીજી તરફ ઘણી ભારતીય સંસ્થાનોની રેન્કિંગમાં ઘટાડો નોંધાયો છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ (IISc) બેંગલુરુ, જે 155મા રેન્કથી ઘટીને 225મા ક્રમે આવી ગઈ છે. આ વખતે, IIScના રેન્કિંગમાં ઘટાડો થયા પછી, ટોચની 200 યુનિવર્સિટીઓની યાદીમાં એક ભારતીય સંસ્થાનો ઘટાડો થયો છે. ઉપરાંત, IIT-મદ્રાસ 250 થી 285મા રેન્ક પર આવી ગઈ છે અને IIT-દિલ્હી 174માથી 192મા રેન્ક પર આવી ગઈ છે. આ વર્ષે ભારતની બે યુનિવર્સિટી ટોપ 200માં, 300માં 6 અને 500ની યાદીમાં 11માં સંસ્થાનો સ્થાન પામ્યા છે. આઈઆઈટી ખડગપુર, આઈઆઈટી કાનપુર, આઈઆઈટી હૈદરાબાદ, આઈઆઈટી ઈન્દોર, સાવિત્રીબાઈ ફુલે યુનિવર્સિટી પુણે, જાદવપુર યુનિવર્સિટી, ઓપી જિંદાલ અને જામિયા મિલિયા ઈસ્લામિયા સહિતની યુનિવર્સિટીઓની રેન્કિંગમાં ઘટાડો નોંધાયો છે.
આ સંસ્થાઓના રેન્કિંગમાં થયો સુધારો
ભારતની જે સંસ્થાઓના રેન્કિંગમાં સુધારો થયો છે તેની વાત કરીએ તો તેમાં દિલ્હી યુનિવર્સિટી (DU)નો સમાવેશ થાય છે, જે 521મા રેન્કથી 407મા ક્રમે પહોંચી ગઈ છે. IIT ગુવાહાટી, JNU, IIT ભુવનેશ્વર, પંજાબ યુનિવર્સિટી, થાપર યુનિવર્સિટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી, બિરલા ઇન્સ્ટિટ્યૂટ એન્ડ સાયન્સ પિલાની અને VIT એ તેમની રેન્કિંગમાં સુધારો કર્યો છે. QS ચીફ એક્ઝિક્યુટિવ જેસિકા ટર્નરે જણાવ્યું હતું કે ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)ની સાહસિક નીતિ તેની શિક્ષણ પ્રણાલીને અનુકૂલન અને આધુનિક બનાવવાના ભારતના સંકલ્પને દર્શાવે છે.
આ પણ વાંચો: IIT નું ગ્લોબલાઈઝેશન, 7 દેશોમાં ખોલવામાં આવશે કેમ્પસ